ભરૂચના નેત્રંગની લાલ મંટોડી શાળાના ધાબા પરથી પતંગ ઉડાવતા નીચે પટકાતા યુવાનનું મોત
જિલ્લામાં પતંગથી ગળા કપાવવાની પણ 5 ઘટના જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો
WatchGujarat.ભરૂચ જિલ્લામાં પતંગના દોરાથી ગળું કપાવવાની 5 જેટલી ઘટનાઓમાં એક મહિલાનું મૃત્યુ થયા બાદ ઉત્તરાયણ પર્વે નેત્રંગની લાલ મંટોડી શાળાના ધાબે પતંગ ચગાવવા ચઢેલો યુવાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. જ્યારે એકને ગંભીર ઇજા પોહચી હતી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ લાલ મંટોડી શાળાના ધાબા ઉપર ઉતરાયણ પર્વને લઈ પતંગ ચગાવવા ચડેલ એક 42 વર્ષીય આધેડ નું ધાબા પર પતંગ ચગાવતી વેળા સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જતા ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું
ગત રોજ બપોરે 12 વાગ્યા ની આસપાસ 42 વર્ષયી સુરેશ સંજય ભાઈ વસાવા પ્રાથમિક શાળાના ધાબા ઉપર હતા. તે જ સમયે તેઓએ પતંગ ચગાવવા જતા સંતુલન ગુમાવતા તેઓનું મોત નિપજ્યું હતું. હાલ સમગ્ર મામલે નેત્રંગ પોલીસે મૃતક ની લાશનો કબ્જો મેળવી અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વરના સજોદ ગામે પણ પતંગ ચગાવતા ધાબેથી નીચે પડતા રાજેશ પટેલને કમરમાં ગંભીર ઇજા પોહચી હતી. તો પતંગના દોરાથી GIDC માં દિપક દસાડીનું નાક કપાઈ ગયું હતુ.
કરુણા અભિયાન હેઠળ પક્ષીઓ દોરાથી ઘવાવાના 12 કોલ આવ્યા હતા. તો એક કબૂતર અને બગલાનું મોત થયું હતું.
મહત્વ ની બાબત છે કે ઉતરાયણનો પર્વ ભરૂચ જિલ્લાના લોકો માટે ઘાતક સમાન સાબિત થયો છે. પ્રથમ પતંગના દોરા થી ગળા કપાયાની પાંચ થી વધુ ઘટનાઓમાં ભરૂચ શહેરની એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. તો બીજી તરફ ધાબા ઉપરથી પટકાયેલ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.