•  અભ્યાસક્રમ ટૂંકાવી વહેલી પરીક્ષા યોજવા માંગ
  •  કોઈપણ વિદ્યાર્થી સંક્રમિત થાય તો સંપૂર્ણ સારવાર ખર્ચ રાજ્ય સરકાર ચૂકવે

WatchGujarat. ભરૂચ જિલ્લા NSUI એ કલેકટરને આવેદનપત્ર પાઠવી શાળા-કોલેજોમાં વધતા કોરોના સંક્રમણને લઈ અભ્યાસક્રમ ટૂંકાવી પરીક્ષાઓ વહેલી યોજવા રજુઆત કરી હતી.

જિલ્લા NSUI એ કલેકટર તુષાર સુમેરાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શાળા કે કોલેજના કોઈપણ વિદ્યાર્થીને કોરોના થાય તો સંપૂર્ણ કોરોનાની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવે. શાળા-કોલેજોમા વિદ્યાર્થીઓમાં રોજેરોજ કોરોનાના કેસ વધતા જાય છે. તેમ છતાં સરકાર શાળા-કોલેજો ચાલુ રાખી ફક્ત અને ફક્ત ફિ ઉઘરાવવાનું એક ષડયંત્ર કરી રહી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

શાળા-કોલેજોમાં અભ્યાસક્રમ ટૂંકો કરી સરળ પ્રક્રિયાથી પરીક્ષા લઈ જલ્દીથી શૈક્ષણિક વર્ષનો અંત કરવા માંગણી કરાઈ હતી. જેમાં NSUI પ્રમુખ યોગી પટેલ સહિત વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

ગુજરાત સરકારના બેજવાબદાર શિક્ષણમંત્રી ફરીથી વાલીઓનું સંમતિ પત્રક લોલીપોપ આપી પોતાની જવાબદારીમાંથી દૂર ભાગી વિદ્યાર્થીઓને જીવ જોખમમાં મૂકવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો શાળા-કોલેજો બંધ કરશે તો ઓનલાઇન શિક્ષણ શરૂ થશે, પરંતુ ઓનલાઇન શિક્ષણ અને વાસ્તવિક શિક્ષણ નથી છેવાડાના ગામ સુધી પોહચી શકવાનું તેવી પણ કેફિયત વ્યક્ત કરાઈ હતી.

બીજી તરફ ઓનલાઇન શિક્ષણથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યનું જોખમ પણ રહેલું છે. સાથે સાથે નેટના રિચાર્જથી વાલીઓને આર્થિક ભારણ પણ વધી રહ્યો છે. જે તમામ સ્થિતિઓને ધ્યાને લઇ શાળા-કોલેજોમાં અભ્યાસક્રમ ટૂંકો કરી સરળ પ્રક્રિયાથી પરીક્ષા લઈ જલ્દીથી શૈક્ષણિક વર્ષનો અંત કરવા ભાર મૂકવામાં આવ્યો છે. જેને કઈ વિધાર્થીઓનું જીવન મહામારીને લઈ જોખમાય ન તે જોવા રજૂઆતો કરવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud