ભારતમાં દોઢ સેન્ટિમીટરની ડોલો 650 ની 350 કરોડ ટેબ્લેટનું વેચાણ
1.5 CM લાંબી ડોલોની 350 કરોડ ટેબ્લેટને એક ઉપર એક મુકવામાં આવે તો 63 બુરઝ ખલીફા, 2.88 લાખ SOU ઉભા થઇ જાય
COVID 19 સામે ભારતીયો ડોલોને અકસીર માની ₹567 કરોડની ગોળીઓ આરોગી ગયા
WatchGujarat. કોરોના કાળ દરમિયાન ભારતીય બજારમાં દુખાવા અને તાવ માટેની દવા ડોલો લોકોમાં લોકપ્રિયતાના તમામ શિખરો સર કરી નાખ્યા છે. અને તે લોકોના મત મુજબ અકસીર પણ સાબિત થઇ છે. દોઢ સેન્ટિમીટર (1.5 CM) ની ડોલો ટેબ્લેટ કોરોના મહામારીમાં 350 કરોડ વેચાતા ₹567 કરોડનો બજાર હિસ્સો મેળવ્યો છે. સ્વદેશી ટેબ્લેટને એક ઉપર એક ગોઠવવામાં આવે તો તેની ઊંચાઈથી 5933 માઉન્ટ એવરેસ્ટ, 63 બુરઝ ખલીફા અને 2.88 લાખ SOU બની જાય.
ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન હોય કે અન્ય કઈ હાલમાં ભારતના બજારમાં ડોલો 650 એ લોકોની પહેલી પસંદ બની છે. પેરાસીટામોલ ડ્રગ સાથે ડોલો હાલ ખુબ મોટા પ્રમાણમાં વેચાતી દવા બની છે અને તેને વિદેશી કંપની ક્રોસીનને પાછળ પાડી સ્વદેશી દવા અકસીર હોવાનું સાબિત કરી દીધું છે. કોરોના કાળની ભારતમાં શરૂઆત 2020 થી થઇ હતી.
ત્યારથી જ ડોલો-650 નું વેચાણ ધીમે ધીમે વધવા લાગ્યું હતું. હાલ આ બે વર્ષમાં ભારતમાં કુલ 350 કરોડ જેટલી ટેબ્લેટનું વેચાણ થયું છે. દેશની 138 કરોડ જેટલી જનતામાં આ વેચાણ થયું છે એટલે કે દરેક વ્યક્તિએ સરેરાશ 2.5 ટેબ્લેટનું સેવન કર્યું છે. વર્ષ 2021 માં ₹307 કરોડના વેચાણ સાથે ભારતની બીજી સૌથી વધુ વેચાતી એન્ટી ફીવર અને એનાલ્જેસિક દવા બની છે.
જી.એસ.કે.ની કાલ્પોલ ₹310 કરોડના વેચાણ સાથે પ્રથમ નબર પર તો ક્રોસીન છેક છટ્ઠા નબર પર ધકેલાઈ છે. બેન્ગ્લુરુની માઈક્રો લેબ્સ કંપની આ દવા બનાવી રહી છે. એક અંદાજ મુજબ હાલ સુધીમાં 1.5 સેમી લાંબી ડોલોની જેટલી ટેબ્લેટનું વેચાણ થયું છે તેને એક ઉપર એક મુકીએ તો 8,84,886 સેન્ટિમીટર ( 8848.86 મીટર) ની ઊંચાઈ ધરાવતા 5933 માઉન્ટ એવરેસ્ટ બની શકે અને જેમાં 63 બુર્જ ખલીફા બની શકે. હજુ પણ આ દવાનું વેચાણ ચાલી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી 182 મીટર પ્રતિમાની વાત કરવામાં આવે તો આ દવાના વેચાણને જોતા તેના થકી 2.88 લાખ SOU બની જાય તેમ છે. ડોલો હજી પણ નવા રેકોર્ડ સ્થાપિત કરે તેમાં નવાઈ નથી.
- ભારતમાં દોઢ સેન્ટિમીટરની ડોલો 650 ની 350 કરોડ ટેબ્લેટનું વેચાણ
- 1.5 CM લાંબી ડોલોની 350 કરોડ ટેબ્લેટને એક ઉપર એક મુકવામાં આવે તો 63 બુરઝ ખલીફા, 2.88 લાખ SOU ઉભા થઇ જાય
- COVID 19 સામે ભારતીયો ડોલોને અકસીર માની ₹567 કરોડની ગોળીઓ આરોગી ગયા