• રસ્તા પર પલાઠી મારી બેસી ટ્રાફિકને પણ બાનમાં લીધો
  • દંભી દારૂબંધીની શર્ટના બટન ખોલી રસ્તા પર બેસેલા પીધેલા યુવાને પોલ ખોલી
  • વાયરલ વિડીયોએ ખોલી પોલ, ભરૂચમાં દારૂ વેચાય પણ છે અને પીવાય પણ છે

WatchGujarat. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી જતી હોવાનું રોજ પકડાતા દારૂડિયા અને દારૂનું વેચાણ કરતા બૂટલેગરોનો પકડાતો જથ્થો ચાળી ખાઈ છે. દારૂબંધીના માત્ર દંભ વચ્ચે ખુલ્લેઆમ દારૂ મળતો હોય અને પીવાતો હોવાનું અવાર નવાર છતું થયા કરે છે. ભરૂચમાં પણ દારૂ મળતો અને પીવાતો હોવાનું વાયરલ થયેલા વિડીયો પરથી ઉજાગર થઈ રહ્યું છે. જેમાં મુખ્ય માર્ગ ઉપર અડિંગો જમાવી દારૂડિયો દારૂબંધીના લીરેલીરા ઉડાવતો જોવા મળી રહ્યો છે.

ગાંધીના ગુજરાતમાં દંભી દારૂબંધીની પોકળ વાતોના ધજીયા ઉડાવતો ભરૂચમાં દારૂડિયાનો વાયરલ થયેલો વિડીયો પોલ ખોલી રહ્યો છે. શહેરના સ્ટેશન રોડ મુખ્ય માર્ગ ઉપર સુપર માર્કેટ પાસે રસ્તા વચ્ચે જ નશામાં ચકચૂર બનેલા દારૂડિયાએ પલાંઠી મારી બેસી જતા ટ્રાફિકને બાનમાં લીધો હતો.

પાંચબત્તીથી સ્ટેશન જતા વાહન ચાલકોએ આ દારૂડિયાના તમાશાના કારણે વાહનો સાચવીને પસાર કરવાની ફરજ પડતા ટ્રાફિક પણ અવરોધાયો હતો. દારૂડિયા યુવાને ભરૂચમાં કહેવાતા દારૂબંધીની પોલ ખોલી નાખી હતી. અને તે જાણે કહી રહ્યો હોય અહીં બિન્દાશ દારૂ વેચાય છે અને પીવાઈ છે તેવા દ્રશ્યો જાહેર માર્ગ પર દારૂના નશામાં સર્જી કહેવાતી દારૂબંધીની વાસ્તવિકતા છતી કરી હતી.

વાયરલ થયેલા વીડિયોમાં કપડે લતે ઠીક ઠાક લાગતો યુવાન દારૂના ચિક્કાર નશામાં ભાન ભૂલી શર્ટના બટન ખોલી ભરૂચના મુખ્ય સ્ટેશન રોડ ઉપર સુપર માર્કેટ સામે રસ્તાની વચ્ચે જ બેઠેલો જોવા મળી રહ્યો છે. નશામાં તેના ધતિંગના કારણે રાતના સમયે રસ્તેથી પસાર થતા વાહન ચાલકોએ તેને સાચવવાનો અને પોતાનું વાહન સાચવીને ચલાવવાની ફરજ પડી હતી. આ નશેબાજની હરક્તથી મુખ્યમાર્ગનો ટ્રાફિક પણ અવરોધાયો હતો. તો રાહદારીઓ અને આસપાસના સ્થાનિકોએ તેનો વિડીયો ઉતારી દારૂબંધી અંગે સવાલો પણ ઉઠાવ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners