દિલ્હી-મુંબઈ દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે ની કામગીરીનું ભરૂચમાં નીતિન ગડકરીએ કર્યું નિરીક્ષણ, 2023 થી 1380 KM નું અંતર માત્ર 13 કલાકમાં કપાશે
2024 સુધીમાં હિન્દુસ્તાનના રસ્તાને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બનાવવાનું અમારું ધ્યેય
અંકલેશ્વર સુધી એક્સપ્રેસ વે નું 100 KM નું કામ માર્ચમાં થશે પૂરું
નર્મદા નદી ઉપર ₹857 કરોડના ખર્ચે બનેલો 8 લેન ડબલ ડોઝ બ્રિજ ભારતનો પહેલો બ્રિજ છે
US રીચ છે એટલે તેના રસ્તા સારા નથી પણ, રસ્તા સારા છે એટલે રીચ છે, ભારતને પણ 2024 સુધીમાં આ મુકામ ઉપર લઈ જવું છે ; નીતિન ગડકરી
નીતિન ગડકરીને યૂટ્યૂબે વીડિયો અપલોડ કરવાના ચૂકવ્યા હતા ₹4 લાખ જે કોવિડમાં વાપર્યા હતા
પોતાના સસરા અને અન્ય મંત્રીનું પણ હાઇવેમાં અવરોધ રૂપ મકાન હટાવી દીધું હતું
WatchGujarat. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે તે સ્થળનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં ફેબ્રુઆરી 2021માં એક દિવસમાં સૌથી ઝડપી માર્ગ નિર્માણનો વિશ્વ વિક્રમ રચાયો હતો.
મંત્રીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે 98,000 કરોડના ખર્ચે તૈયાર 1,380 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. તેનાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે જોડાણ વધશે. દિલ્લી - મુંબઈ મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને માત્ર 13 કલાક થઈ જશે.
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના છ રાજ્યોમાંથી પસાર થતા લાખો લોકો માટે આર્થિક સમૃદ્ધિ લાવશે. ગુજરાતમાં 423 કિલોમીટરનો 8 લેનનો એક્સપ્રેસ-વે કુલ રૂ. 35,100 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 390 કિલોમીટરનો કોન્ટ્રાક્ટ પહેલેથી જ આપવામાં આવ્યો છે. ગુજરાત દેશનું એક મોટું આર્થિક કેન્દ્ર છે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ વે દ્વારા રાજ્યની રાજધાની સાથે પણ જોડાશે. ગુજરાત રાજ્યમાં 60 મોટા પુલ, 17 ઇન્ટરચેન્જ, 17 ફ્લાયઓવર અને 8 રેલ્વે ઓવરબ્રીજનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના 1 લાખ કરોડ ઉપરાંતના પ્રોજેક્ટો ચાલી રહ્યાં છે.
વડોદરા-અંકલેશ્વરનો 100 કિમીનો વિભાગ માર્ચ 2022 સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવાનો લક્ષ્યાંક છે. નર્મદા નદી ઉપર 2 કિલોમીટર લાંબો એક્સ્ટ્રાડોઝ કેબલ સ્પાન આઇકોનિક બ્રિજ એક્સપ્રેસ વે પર બાંધવામાં આવેલો ભારતનો પ્રથમ 8-લેન પુલ છે.
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, 2024 સુધીમાં ભારતમાં US સ્ટાન્ડર્ડના રસ્તા બનાવવાનું અમારી મહત્વકાંક્ષા, એમેરિકા રીચ તેના રસ્તાઓના કારણે છે, હિન્દુસ્તાનને પણ આ મુકામે લઈ જવા રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ કક્ષાનું હોવું જરૂરી છે. દેશમાં ટેક્નોલજી ડેવલોપ કરીયે તો સારું કામ મળશે. સારું કામ કરનારને પ્રોત્સાહિત કરવા જોઈએ અને ભૂલ કરનારને માફ ના કરવા જોઈએ. તેમનું મંત્રાલય કોઈ સમાધાન નથી કરતું સસ્તા ભાવે સારું કાર્ય થાય તો દેશની જનતા ને ફાયદો થાય છે તેમ કહી, એક હાઇવે નિર્માણમાં મારા ફાધર ઇન લો નું મકાન વચ્ચે હતું અધિકરી ને મેં આદેશ આપ્યા કે હટાવી દો, સાથે જ બીજા એક મંત્રીના સસરાનું મકાન પણ વિકાસ માટે હતાવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોડરિયા અને NHAIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
NH 48 પર એક્સપ્રેસ વે 8 લેન કેબલ બ્રિજના કારણે ટ્રાફિક 60 % જેટલો ઘટશે
ભરૂચ ને.હા. નંબર 48 ઉપર કેબલ બ્રિજ હાલ 4 લેન છે, હવે એક્સપ્રેસ વે પર 8 લેન કેબલ બ્રિજ બનતા ઉત્તર ભારત, દિલ્હી, અમદાવાદ તરફથી આવતા વાહનો એક્સપ્રેસ વે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી જશે. જેના કારણે NH 48 પર ટ્રાફિક ભારણ 60 % જેટલું હળવું થઈ જશે.
નર્મદા નદી પર ભારતના પેહલા 8 લેન કેબલ બ્રિજની આંકડાકીય માહિતી
2.22 KM કુલ લંબાઇ
21.25 મીટર પહોળાઇ (એક તરફ 4 લેનમાં)
1020 એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ
400 અને 600 મીટરના બન્ને તરફ વાયડક
48 મીટર સ્પાનની લંબાઈ
16 વાય શેપનાં પાઇલોન (ટાવર)
13 મીટર ડેકથી ટાવરની ઉંચાઇ અને 33 મીટર જમીનથી
216 પીળા કેબલ 8 સ્પાન પર
25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ
1 પીળા કેબલમાં 31 થી 55 કેબલ (15.2 એમ.એમ.નાં)
1100 ટન 1 કેબલની ભાર વહન કરવાની ક્ષમતા
100 વર્ષ બ્રિજની ડિઝાઇનનું આયુષ્ય
250 કરોડ બ્રિજનો કુલ ખર્ચ
2018 ડિસેમ્બરમાં કામગીરી શરૂ
2021 જૂને બ્રિજ પૂર્ણ થશે
90 ટકા કામ પૂર્ણ
બ્રિજ નિર્માણમાં વપરાયેલ મટિરિયલ્સ
17800 MT સ્ટ્રક્ચરલ સ્ટીલ
30000 MT રેનફોર્સસમેન્ટ
3000 MT HT સ્ટ્રેન્ડ
700 MT એક્સ્ટ્રા ડોઝ કેબલ
168000 ક્યુબીક મીટર કોન્ક્રીટ
દિલ્હી મુંબઈ એક્સ્પ્રેસ વેની વિશેષતાઓ
દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો 1,320 કિલોમીટરનો રોડ હશે. બન્ને મહાનગરો વચ્ચે મુસાફરીનો સમય 24 કલાકથી ઘટીને 13 કલાક થઈ જશે.
5 રાજ્યોમાંથી પસાર થતો એક્સપ્રેસ વે જાન્યુઆરી 2023 સુધીમાં તૈયાર થઈ જશે. જે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે.
આ એક્સપ્રેસ વે જયપુર, ઉદયપુર, અજમેર, કોટા, ચિત્તોડગઢ, ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, અમદાવાદ અને સુરત જેવા આર્થિક કેન્દ્રોને પણ ઉત્તમ જોડાણ આપશે.
પ્રાણીઓને જંગલમાં રસ્તો પાર કરવામાં મુશ્કેલી ન પડે તે માટે એશિયાનો આ પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસ વે પ્રાણી ઓવરપાસ ઉપર બનાવવામા આવી રહ્યો છે.
દર વર્ષે લગભગ 32 કરોડ લિટર બળતણની બચત થશે
એક્સપ્રેસ વેની આજુબાજુ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે
CO2 ના ઉત્સર્જનમાં વાર્ષિક 85 મિલિયન કિ.મી. CO2 નો ઘટાડો થશે