• વાલિયામાં પાલતું માંદા શ્વાનને સરકારી તબીબ અને ટીમે ઓપરેશન કરી સ્તન કેન્સરમાંથી ઉગારી લીધી
  • અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલોની ગાંઠ કાઢી ગ્રેટ ડેન નામની પ્રજાતિની જીમીને અપાયું નવજીવન
  • મહિલાઓ જ નહીં ફિમેલ ડોગમાં પણ બ્રેસ્ટ કેન્સરનું ઊંચું પ્રમાણ હોય છે
  • જોકે પાલતું ડોગના માલિકો ચેકઅપ કરાવતા તે બહાર આવે છે જ્યારે સ્ટ્રીટ ડોગમાં ક્યારેય આવું થઈ શકતું નહિ હોવાથી મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે છે

WatchGujarat. સ્તન કેન્સરથી પીડિત એક શ્વાનનો જીવ બચવાયો હોવાનો અજીબ કિસ્સો ભરૂચ જિલ્લાના આદિવાસી વાલિયા તાલુકામાંથી બહાર આવ્યો છે. સરકારી પશુ દવાખાને અદ્યતન મશીન વડે સરકારી તબીબ અને તેમની ટીમે અઢી કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલોની સ્તન કેન્સરની ગાંઠ સફળ રીતે કાઢી જીમીનો જીવ બચાવી લીધો હતો.

વાલિયા તાલુકાના દાજીપરા ગામે ગ્રેટ ડેન નામની પ્રજાતિના જીમી નામના શ્વાનને સરકારી પશુ તબીબ અને તેમની ટીમે સ્તન કેન્સરની ગાંઠ કાઢી નવજીવન બક્ષ્યું છે. મહિલાઓમાં સ્તન કેન્સર હોવાનું આમ બની ગયું છે. જેમાં ઓપરેશન કરી કેન્સરની ગાંઠ કાઢી લઈ મહિલાનો જીવ બચાવી લઈ આ ભયંકર બીમારમાંથી નિજાત અપાવવામાં આવે છે.

જોકે તમે કદી સાંભળ્યું છે કે જોયું છે કોઈ માંદા શ્વાન સ્તન કેન્સરની બીમારીથી પીડાતી હોવાનું નિદાન થયું હોય અને તેનું સફળ ઓપરેશન કરી તેને નવજીવન અપાયું હોય. આવો પ્રથમ કિસ્સો ભરૂચ જિલ્લામાં સામે આવ્યો છે. વાલિયાના દાજીપરા ગામના કિરણ વસાવાનું ગ્રેટ ડેન પ્રજાતિનું પાલતું શ્વાન જીમી બીમાર પડ્યું હતું. તેઓ જીમીને લઈ 20 સપ્ટેમ્બરે વાલિયા પશુ દવાખાને ગયા હતા. જ્યાં પશુ ચિકિત્સક ડો. હાર્દિક પટેલે જીમીને સ્તન કેન્સર હોવાનું નિદાન કર્યું હતું. માંદા શ્વાન જીમીનો જીવ બચાવવા ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ ન હોય 21 સપ્ટેમ્બરે વાલિયા સરકારી પશુ દવાખાનામાં તબીબ હાર્દિક પટેલ અને તેમની ટીમે શસ્ત્રક્રિયા હાથ ધરી હતી.

અદ્યતન મશીનની મદદથી અઢી કલાક ચાલેલા ઓપરેશનમાં દોઢ કિલો વજનની સ્તન કેન્સરની ગાંઠ બહાર કાઢી જીમીનો જીવ બચાવી લેવાયો હતો. સરકારી પશુ દવાખાનાના તબીબએ જણાવ્યું હતું કે મહિલાઓની જેમ ફિમેલ ડોગમાં પણ બ્રેસ્ટ કેન્સરની સમસ્યા અને બીમારી સામાન્ય હોય છે. જોકે તેનું નિદાન કે ઈલાજ નહિ થવાથી તે બહાર આવતું નથી. અને શ્વાનનું મોટા ભાગના કિસ્સામાં મોત થાય છે.

પાલતું ડોગમાં તો માલિક દ્વારા તપાસ કરાવાતાં તે બહાર આવી જાય છે અને સમયસર નિદાન અને ઓપરેશનથી ફિમેલ ડોગનો જીવ બચાવી શકાય છે. જોકે રખડતા સ્ટ્રીટ ફિમેલ ડોગમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઊંચું હોય શકે છે પણ સવાલ એ હોય છે તેમના આરોગ્યની તપાસ થતી નહિ હોવાથી કદી બહાર આવતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud