• નેત્રંગમાં S.P. પેટ્રોલ પમ્પના સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત
  • નીરજ નામની કોઈ પણ વ્યકતી આઈ ડી પ્રુફ લઈ આવશે તો ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પરથી વાહનમાં પેટ્રોલ પુરી આપવામાં આવશે
  • નીરજ ચોપડાના સન્માનમાં નેત્રંગના પેટ્રોલ પંપ માલિકની આ ઓફર સોમવારે સાંજે 5 કલાક સુધી

WatchGujarat. દેશને જેવલેન થ્રોમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા (Neeraj Chopra) (India) (Olympic Games Tokyo 2020)ઉપર ભારત ભરમાંથી અભિનંદન અને ધણવર્ષા થઈ રહી છે. જો તમારૂં નામ પણ નીરજ છે તો તમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પરથી ₹501 નું પેટ્રોલ નિઃશુલ્ક મેળવી શકો છો. ઓલમ્પિકમાં જવેલીન થ્રો માં દેશ માટે પહેલો સુવર્ણ ચંદ્રક નીરજ ચોપડાએ જીતતા દેશભરમાં આ ઐતિહાસિક જીતની ઉજવણીનું જશન મનાવવામાં આવી રહ્યું છે.

દેશને એથ્લેટિકમાં પહેલો ગોલ્ડ અપાવવા બદલ નીરજ ચોપડા ઉપર જ્યાંરે ઇનમોની ધણવર્ષા થઈ રહી છે ત્યારે દેશવાસીઓ પણ આ અદભુત ક્ષણે પાછળ કઈ રીતે રહી શકે. દરેક ભારતીય ગર્વ સાથે નીરજ ચોપડાને મળેલા પેહલા ગોલ્ડની ઉજવણીમાં મગ્ન બન્યા છે ત્યારે જો તમારૂં નામ પણ નીરજ છે તો તમે પણ પુરસ્કારના હકદાર બની શકો છો.

ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં નેત્રંગ ટાઉનમાં આવેલા ઇન્ડિયન ઓઈલના S.P. પેટ્રોલ પંપના માલિક ઐયુબ પઠાણે ગોલ્ડ બોય નીરજ ચોપડાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક ₹501 ના પેટ્રોલની જાહેરાત કરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર ₹501 નું નિઃશુલ્ક પેટ્રોલ પુરસ્કાર રૂપે મેળવવા માટે તમારૂં નામ નીરજ હોવું આવશ્યક છે.

તમે તમારૂં આઈ.ડી. પ્રુફ એટલે કે નીરજ નામ હોવાનું કોઈપણ ઓળખપત્ર લઈ પેટ્રોલ પંપ ઉપર જશો એટલે તમને મળી જશે ₹501 નું મફત પેટ્રોલ. સંચાલકે કરેલી જાહેરાત સાથે પેટ્રોલ પંપનો તમામ સ્ટાફ પણ નીરજ નામની વ્યક્તિને આવકારવા સજ્જ થઈ ગયો છે. હવે નેત્રંગના આ પેટ્રોલ પંપ ઉપર સોમવારે સાંજ સુધી નીરજ નામની કેટલી વ્યક્તિઓ ગોલ્ડન  બોય નીરજ ચોપડાના સન્માન હેઠળ જાહેર કરાયેલી સ્કીમનો લાભ લે છે એ તો સોમવારે સાંજે જ ખબર પડશે.

તો જો તમે આજે નેત્રંગ તાલુકા કે આસપાસના ગામના છો કે નેત્રંગ કે આજુબાજુ આજે રવિવારની મજા માણવા નીકળ્યા છો તો આ લેખ અને નીરજ ચોપડાના સન્માનમાં જાહેર કરાયેલી ઘોષણા વાંચી તેનો લાભ લેવા પોહચી જાવ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud