• દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસો. DIA, વિધાભારતીના ભરૂચના આગેવાનોના સહકારથી વડાપ્રધાન PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજકટનું થશે સ્વપ્ન સાકાર
  • રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

WatchGujarat. ભરૂચના દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન DIA હોલ ખાતે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી એકેડમી અંગે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેતાજી સુભાષચંદ્ર મિલેટ્રી એકેડમી સેલવાસામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના આદિવાસી બાળકોને મફતમાં આર્મીની પરીક્ષાઓની તૈયારી કરાવવામાં  આવશે.

બેઠકમાં વિદ્યાભારતીના પ્રાંત સંગઠન મંત્રી મહેશ પતંગે, વિભાગ અધ્યક્ષ વિજય સુરતિયા, વડોદરા RSS સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના સામાજિક અગ્રણી ધનજીભાઈ પરમાર, જિલ્લા BJP પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા સહિતે હાજરી આપી હતી. ધનજીભાઇ પરમારના સહયોગથી દહેજ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગકારોમાં મુખ્યત્વે દહેજ ઔદ્યોગિક વાસહતના પ્રેસિડેન્ટ મગનભાઈ હનીયા, સક્રેટરી સુનિલ ભટ્ટ તેમજ જે.જે.રાજપૂત, બળદેવ આહીર, સહ ખજાનચી તેમજ અન્ય ઉદ્યોગકારોએ આ માટે સહાય આપવા તૈયાર થયા હતા.દહેજ ડીઆઈએની મિટિંગમાં તમામ ઉદ્યોગપતિઓએ આ પ્રોજેકટમાં સમર્થન આપ્યું હતું.

થોડા દિવસ અગાઉ આ ભગીરથ કાર્ય માટે ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા અને ભરૂચના સામાજીક આગેવાન વચ્ચે દેશના આદિવાસી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કંઈક કરવા માટે ગહન ચર્ચા બાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમિના લાભાર્થે વિદ્યાભારતી (RSS) ના પ્રાંત પ્રચારક મહેશ પતંગે અને એકેડમીના અધ્યક્ષ હાલાની એ ભરૂચના નવેઠા મુકામે મુલાકાત બેઠક લીધી હતી.

જેમાં વિચાર વિમર્શ કરી, વહેલી તકે આદિવાસી વિસ્તારના બાળકો અને અન્ય બાળકોને નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલીટ્રી કેળવણીનો લાભ મળે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ 3 રાજ્યના આદિવાસી વિસ્તારના બાળકોને મફત ભણતર મળે અને રાષ્ટ્રભાવના સાથે દેશની રક્ષા કરે તેવા શુભ આશયથી આ એકેડમી શરૂ કરવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners