• ભરૂચથી અંકલેશ્વર તરફ જતી સુરત પાર્સિંગની બલેનો કારનું ટાયર ફાટતા એક મહિલાને ઇજા, બે વ્યક્તિઓનો બચાવ
  • નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થતા ગોલ્ડનબ્રિજમાં અવરજવર નહિવત હોવાથી મોટી હોનારત ટળી
  • અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલા 2 મહિલા અને એક પુરુષને અન્ય વાહન ચાલકોએ ભારે જહેમતે બહાર કાઢ્યા હતા

WatchGujarat. નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થઈ જતા વિસરાઈ ગયેલી ભરૂચની ઐતિહાસિક ધરોહર સમાન ગોલ્ડનબ્રિજના વોહ બીતે દિન ફરી યાદ કરાવતી ઘટના સોમવારે ઘટી હતી. કારનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતને કારણે લોકોનું ધ્યાન ગોલ્ડન બ્રિજ ઉપર ગયું હતું.

સોમવારે ભરૂચથી અંકલેશ્વર તરફ સુરત પાર્સિંગની એક બલેનો કાર ગોલ્ડનબ્રિજમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન એકાએક કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર ગોલ્ડનબ્રિજના પીલ્લર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર 2 મહિલા અને એક પુરૂષ પૈકી એક મહિલાને હાથ અને પગમાં ગંભીર ઇજા પોહચી હતી.

જ્યારે 2 લોકોના ચમત્કારિક બચાવ થયો હતો. નર્મદા મૈયા બ્રિજ કાર્યરત હોવાથી ગોલ્ડનબ્રિજમાં વાહન વ્યવહાર હવે શૂન્ય સમાન થઈ ગયો હોય મોટી હોનારત સર્જાતા રહી ગઇ હતી. અકસ્માતગ્રસ્ત કારમાં ફસાયેલા 3 લોકોને અન્ય વાહનચાલકોએ ભારે જહેમતે બહાર કાઢ્યા હતા. કારને ટોઇંગ કરી બ્રિજમાંથી બહાર કાઢી બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરાયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને 108 માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud