• વિતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર
  • સતત વરસાદી વાતાવરણથી શહેરીજનો અને લોકોને રસ્તા ધોવાતા ભારે આપદા, પાણી અને મચ્છરજન્ય બીમારીઓએ માથું ઊંચક્યું

WatchGujarat. ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ નબળા ચોમાસાની કમી ભાદરવાના 20 દિવસમાં જ મૌસમનો 41 ટકા વરસાદ વરસાવી ભરી દીધી છે. વિતેલા 24 કલાકમાં તમામ 9 તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર નોંધાઇ છે. સતત ત્રણ દિવસથી વરસાદી માહોલને લઈ શહેર અને જિલ્લાના મુખ્યમાર્ગોનું ધોવાણ થતાં લોકોને ભારે આપદા ભોગવવી પડી રહી છે. ભરૂચ શહેર અને જિલ્લાના વોટર બ્લોગીંગ સ્થળોએ પાણીના ભરાવાને લઈ વાહનચાલકો અને રાહદારીઓ તકલીફમાં મુકાઈ રહ્યાં છે.

વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લામાં વાલીયામાં સૌથી વધુ 72 મિમી, જબુસરમાં 49 મિમી, ભરૂચમાં 40 મિમી,અંકલેશ્વર અને ઝઘડિયામાં 37 મિમી, નેત્રંગમાં 35 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે વાગરામાં 18 મિમી અને આમોદ તેમજ હાંસોટ તાલુકામાં 12-12 મિમી આકાશી જળ વરસ્યા હતા. આ સાથે જિલ્લા મૌસમનો કુલ વરસાદ 76 ટકાને પાર કરી ગયો છે. ઓગસ્ટના અંત સુધી માત્ર 35 ટકા જ   વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ સતત વરસાદી વાતાવરણના કારણે ઠેર ઠેર ખાડા ખાબોચિયામાં ભરાઈ રહેલા પાણીના કારણે મચ્છર અને પાણીજન્ય બીમારીઓનો વાવડ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud