• સુરતના પુરણેશ મોદીની છેલ્લી ઘડીએ મંત્રીમંડળમાં એન્ટ્રીથી, નવા મંત્રીમંડળમાં સ્થાન પામ્યા ન હતા
  • હવે ભરૂચ ધારાસભ્ય વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ બન્યા
  • નિમાબેન આચાર્યએ રાજીનામું આપતા ખાલી થયું હતુ પદ
  • નવા અધ્યક્ષની ચૂંટણી કરાવશે દુષ્યંત પટેલ
  • નીમાબેન આચાર્ય સ્પીકર બનશે તો તેઓ રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર ગણાશે

WatchGujarat. ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ભરૂચ MLA દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેઓ 27 અને 28 સપ્ટેમ્બરે મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે. કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્યના રાજીનામા બાદ ભરુચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષની ચૂંટણીમાં ઉભા રહેશે.

CM ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ ખાલી પડ્યું છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાયએ પહેલા જ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષપદેથી ડો.નીમાબેન આચાર્યએ રાજીનામું આપી દીધું હતું. જો નીમાબેન કાર્યકારી અધ્યક્ષપદે હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી ન લડી શકે માટે તેમણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઇ રહ્યું છે.

ડો.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપતા ડો.નીમાબેન આચાર્યને કાર્યકારી સ્પીકર બનાવાયા હતા. બે દિવસીય સત્રમાં જ વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી થશે. અગાઉ ભૂજનાં ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યને મંત્રીમંડળમાં સમાવીને કેબિનેટ કક્ષાનાં મંત્રી બનાવાશે એવી વાતો ચાલી હતી પણ હવે એવી ચર્ચા છે કે, ડો. નિમાબેન આચાર્યને વિધાનસભાનાં કાર્યકારી અધ્યક્ષ બનાવાશે.

જો નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના સ્પીકર બનશે તો તેઓ રાજ્યની વિધાનસભાના પહેલા મહિલા સ્પીકર ગણાશે. ડો.નીમાબેન આચાર્ય કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય છે. 1995માં કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાના ધારાસભ્ય બન્યા હતા. 2002માં કોંગ્રેસમાંથી ચૂંટાઈને અંજારના ધારાસભ્ય બન્યા હતા. ફરી 2007માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટાઈને સતત બીજીવાર અંજારના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ 2012 અને 2017માં ભાજપમાંથી ભુજના ધારાસભ્ય બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે, CM ભુપેન્દ્ર પટેલની સરકારમાં નવા મંત્રી મંડળમાં છેલ્લે સુધી ભરૂચના MLA દુષ્યંત પટેલનું નામ છેક સુધી ચાલ્યું હતું. જોકે છેલ્લી ઘડીએ સુરતના પુરણેશ મોદીની એન્ટ્રીથી ભરૂચના ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ નહિ થતા BJP સાંસદ સહિત જિલ્લાની પ્રજા અને કાર્યકરોમાં પણ ભારે નારાજગી વર્તાઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud