• અંકલેશ્વરના સારંગપુર ગામે કુદરતી હાજતે ગયેલા યુવાનને અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી
  • પોલીસે સ્થળ પર દોડી આવી અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા ટીમો બનાવી તપાસ શરૂ કરી
  • આમોદના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી કિશોરી ઉપર રેપ વિથ મર્ડર
  • આમોદના કાંકરિયા ગામે 130 લોકોનું ધર્માંતરણ અને વિદેશી ફન્ડિંગ
  • અંકલેશ્વર હાઇવે ઉપર બોલેરો પીકઅપમાં આખે આખા ATM ની ચોરી
  • અંકલેશ્વર GIDC માં જ એક જ રાતમાં 3 સ્થળે મરસીડીઝ બેંઝ અને કવિડ કાર મળી ₹35 લાખની ચોરી
  • ભરૂચ જિલ્લા પોલીસ આટઆટલી મોટી ઘટનાઓમાં સતત તપાસમાં રાત દિવસ વ્યસ્ત
  • મોટા ગુનાઓના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની 12 થી 15 ટીમોની છાનબીન

WatchGujarat. કોઈપણ ઘટના બને એટલે સામાન્ય આપણે એક જ સવાલ કરીએ છીએ કે પોલીસ શુ કરતી હતી. પોલીસ પણ આપણી જેમ એક માનવી જ છે અને તેમનું પણ પરિવાર છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે તેમની પારિવારિક અને સામાજિક સાથે વ્યક્તિગત જવાબદારીઓ પણ છે. સમાજને સુરક્ષા આપવા સાથે કાયદા અને વ્યવસ્થાના પાલનમાં પોલીસ રાત દિવસ વ્યસ્ત રહે છે. કામના અતિ પ્રેશર વચ્ચે પણ પોલીસ પોતાના પરિવારથી દૂર રહી તેની કામગીરી નિભવતી રહે છે.

જોકે આપણા માટે સતત ફરજમાં રહેતી પોલીસને ક્યારેય આપણે તેમની સેવા અને ફરજ બદલ પ્રશંશા કરવાને બદલે મોટા ભાગે તેમના સામે વાંધા, વચકા અને નારાજગી જ ઠાલવતા હોઈએ છે. વાત છે ભરૂચ જિલ્લા પોલીસની વિક્રમ સવંત 2078 નું નુતનવર્ષ શરૂ થઈ ગયું છે અને બે દિવસ પછી દેવદિવાળી છે. જોકે ભરૂચ પોલીસ તહેવારોમાં પણ લોકોના જાનમાલ અને સલામતી માટે બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગમાં સતત હતી તે થકી જ જિલ્લાના લાખો લોકોએ પરિવાર સાથે સેફ અને સલામત દિવાળી ઉજવી હતી.

હવે વાત આવે છે વિક્રમ સવંત 2078 ના નવા વર્ષની તો આ નુતનવર્ષથી ભરૂચ જિલ્લા પોલીસની કામગીરી વધુ વિકરાળ અને પડકારજનક બની ગઈ છે. જિલ્લામાં એક બાદ એક મોટી વારદાતો બહાર આવતી રહેતા પોલીસ સતત તેને સુલઝાવવામાં રાત દિવસ દોડી રહી છે. આમોદના સરભાણ ગામે લાકડા વીણવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ બાદ હત્યા, અંકલેશ્વરમાં હાઇવે ઉપરથી 4.27 લાખ ભરેલા આખે આખા ATM મશીનની તસ્કરી અને એજ રાતે GIDC માં 3 બંધ મકાનોના તાળા તોડી મરસીડીઝ સહિત 2 કાર અને સોનાના દાગીના મળી ₹35 લાખથી વધુની મત્તાની ચોરી.

આટલું ઓછું હોય તેમ આમોદના કાંકરિયા ગામેથી વિદેશી ફન્ડિંગના જોરે 37 પરિવારોનું ધર્માંતરણ કરવાનું બહાર આવેલું ષડયંત્ર. જે વચ્ચે સોમવારે અંકલેશ્વરના સારંગપુર ગામેથી ઝાડીઓમાંથી અજાણ્યા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવી છે. કુદરતી હાજતે ગયેલા એક યુવાને આ લાશ જોતા GIDC પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમ બનાવી મૃતકની ઓળખ અને હત્યારાને શોધવા તપાસ હાથ ધરી છે.

આ તો હતી મોટી વારદાતો પણ તે સિવાય પણ નાના મોટા અકસ્માતો, આગજની, ઔદ્યોગિક અકસ્માત, વેલ્સપન કંપની સહિત અન્ય કંપની સંસ્થાઓ, સરકારી કર્મચારીઓના આંદોલનો અને તેમાં કાયદો-વ્યવસ્થા જાળવવા સહિત સાથે સતત ગુનાઓના ભેદ ઉકેલવા ભરૂચ જિલ્લા પોલીસ ખડેપગે ફરજ બજાવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners