• ઝાડેશ્વર નદી કિનારે આવેલી રેસિડેન્સીયલ સર્વનમન વિદ્યામંદિરમાં છાત્રોમાં સંક્રમણની દસ્તક
  • સ્કૂલને સેનેટાઇઝ કરી 15 દિવસ શિક્ષણ કાર્ય બંધ કરાયું
  • જોકે અન્ય બાળકો અને સ્ટાફના RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યા

WatchGujarat. ભરૂચની ઝાડેશ્વરમાં નર્મદા નદી કિનારે આવેલી રેસિડેન્સીયલ સર્વનમન વિધામંદિરમાં 2 વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતા હવે જિલ્લા શિક્ષણ આલમ અને વાલીઓમાં ઘેરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્કૂલને સેનેટાઇઝ કરી 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ શહેરની નારાયણ વિદ્યાલય સ્કૂલ બાળકોના આરોગ્યની ચિંતા કર્યા વગર પોતાનો એન્યુઅલ ડે માનવવામાં વ્યસ્ત બની છે.

ઓનલાઈનમાંથી ઓફલાઇન શિક્ષણ શરૂ કર્યા બાદ ગુજરાતના મહાનગરોમાં શાળા તેમજ કોલેજોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ મહામારી કોરોનાની ઝપેટમાં આવવાના બનાવો ચિંતાજનક શરૂ થઈ ગયા હતા.

એક તરફ નવા વેરિયન્ટ એમિક્રોનનો ખતરો, બીજી તરફ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવતા લોકોનો બેકાબુ પ્રવાહ પણ કોરોનાનાં કેસોની સંખ્યામાં ટપોટપ વધારો કરી રહ્યો છે.

હવે ભરૂચ જિલ્લાની સ્કૂલમાં પણ કોરોનાએ દસ્તક આપી દીધી છે. ઝાડેશ્વર ખાતે આવેલી સર્વનમન વિધામંદિરમાં 2 બાળકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. રેસિડેન્સીયલ સ્કૂલમાં સાગમટે 2 વિધાર્થીઓ કોરોનાગ્રસ્ત બનતા જિલ્લા શિક્ષણ વિભાગ, વિધાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સ્કૂલમાં 2 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી સ્કૂલનું સેનિટાઈઝેશન કરવા સાથે 15 દિવસ શાળા બંધ કરી દેવામાં આવી છે. જોકે અન્ય વિધાર્થીઓ અને સ્ટાફના કરાયેલા RTPCR રિપોર્ટ નેગેટિવ આવતા થોડી રાહત સ્કૂલને સાંપડી છે.

બીજી તરફ થર્ટી ફર્સ્ટ એ ભરૂચની નારાયણ વિદ્યાલય સ્કૂલે પોતાનો વાર્ષિક કાર્યક્રમ યોજ્યો છે. સાંસ્કૃતિક અને વાર્ષિક 2 દિવસના કાર્યક્રમમાં સ્કૂલ વિધાર્થીઓ અને વાલીઓના ટોળે ટોળા ભેગા કરી રહી છે. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસ સાથે કોરોના ગાઈડલાઈનનો છેડ ઉડતો જોવા મળી રહ્યો છે.

ભરૂચ જિલ્લામાં રોજે રોજ કોરોનાના કેસો વધવાના શરૂ થઈ ગયા છે ત્યારે નારાયણ વિદ્યાલયના સંચાલકોને વિદ્યાર્થીઓની સલામતી કરતા પણ વર્ષીકોત્સવ વધુ અગત્યનો લાગી રહ્યો હોય અને આ શાળાના કર્તાહર્તાઓ સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ સ્કૂલના વાલીઓએ પણ પોતાના સંતાનોની સલામતી માટે આવા કાર્યક્રમ નો વિરોધ કરવો જ રહ્યો.

Facebook Comments Box

Videos

Our Partners