• અગાઉ બંધ ઘરને નિશાન બનાવી ₹6 લાખના દાગીના મળ્યા બાદ તસ્કરો આ સોસાયટીમાં રોજ ત્રાટકી રહ્યાં છે
  • કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત મૂકી તસ્કરોને ઝડપી પાડવા રજુઆત

WatchGujarat. ભરૂચની તુલસીધામ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરોના કારણે રહીશોને રોજ ચોકીદાર બની જાગરણ કરવું પડી રહ્યું છે. સોસાયટીના રહીશો જાનમાલની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી રહ્યાં છે. પહેરો ભરતા લોકો ઉપર ચોરોએ પથરાવ પણ કરતા સોસાયટીમાં દહેશત ફેલાઈ ગઈ છે.

ઝાડેશ્વર રોડ ઉપર આવેલી તુલસીધામ સોસાયટીમાં હાલમાં જ ₹6 લાખની મત્તાની ચોરી થયાં બાદ તસ્કરોએ હવે રોજ લટાર મારવાનું શરૂ કરી દેતા રહીશો છેલ્લા 15 દિવસથી ઉજાગરા કરી રહ્યાં છે. રાતે 12 વાગ્યા બાદ સોસાયટીમાં તસ્કરો હથિયારો લઈને ત્રાટકતા હોય જે CCTV માં પણ કેદ થઈ રહ્યાં છે. તસ્કરોને પકડવા લોકો પહેરો ભરી રહ્યાં છે પણ તસ્કરો પથ્થરો મારી નાસી છૂટે છે.

પોલીસ પણ સોસાયટીમાં કેટલીય વખત આવી જતી રહી છે પણ તસ્કરો હજી સુધી હાથ લાગ્યા નથી. ત્યારે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો તેમજ જાનમાલની સુરક્ષા માટે સોસાયટીમાં પોલીસ પહેરો મુકી તસ્કરોને જેર કરાઈ તેમ સોસાયટીના રહીશો રજૂઆતો કરી રહ્યાં છે.

રાતે 12 વાગ્યાથી જ સોસાયટીના યુવાનો અને અન્ય લોકોને ચોકીદાર બનવાની ફરજ પડે છે. સોસાયટીમાં લગાવેલા CCTV માં તસ્કરો કેદ પણ થયા હતા. સ્થાનિકોના પેહરાને જોઈ તસ્કરોએ પથ્થર મારો પણ કર્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પેહલા સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત મૂકી તસ્કરોને પકડી પાડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud