રાજ્યના અલગ અલગ જિલ્લાઓના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સાલડી ગામમાં સન્માન સમારોહમાં આવેલા મુખ્યમંત્રીનો રમૂજી સ્વભાવ પણ સામે આવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોજીલા અંદાજમાં મહેસાણા જિલ્લાના અધિકારીઓને ટકોર કરી
સાલડી ગામ મારી સાસરી છે, વિકાસ બરોબર કરજો- CM ભૂપેન્દ્ર પટેલ
WatchGujarat. ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ રાજ્યના જુદા જુદા જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેઓ હાલ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. જ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રમૂજી સ્વભાવ લોકોને જોવા મળી રહ્યો છે. ગત રોજ ભરૂચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રમુજી અંદાજમાં કહ્યું હતું કે, અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે, અમારાથી પણ ભૂલો થશે, અમને શીખવજો. તેમના આ રમૂજી નિવેદનના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. ત્યારે આજે તેઓ મહેસાણાના સાલડી ગામમાં સન્માન સમારોહ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણો મોજીલો અંદાજ જોવા મળ્યો હતો.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાલડી ગામની મુલાકાત લીધી હતી. જ્યાં સન્માન સમારોહમાં આવેલા મુખ્યમંત્રીએ અધિકારીઓને મોજીલા અંદાજમાં હળવી ટકોર કરી હતી કે 'અહીં વિકાસ સારો કરજો, આ ગામ મારું સાસરું છે.' તેમણે વધુમાં કહ્યું હતું કે, ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે. જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે તે ખૂબ આગળ જાય છે. આપણી ભાષા તો પટેલની. ઘણીવાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને, કરોડપતિ છે, પણ છૂટતું નથી. પાચિયું પણ છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને શું કરશે? તેમણા આ મોજીલા અંદાજને જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થતા લોકોને રાજ્યના CM તરીકે નવો ચહેરો મળ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તેઓ રાજ્યમાં લોકપ્રિય બને છે કે નહીં.
ભૂલ થાય તો અમને લાફો ન મારતા- CM ભૂપેન્દ્ર પટેલ
ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરુચમાં ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર અને મંત્રીમંડળ નવાં છે. અમારી પણ ભૂલો થશે, અમને લાફો ન મારતા, પણ શીખવજો, અમે શીખીશું. અમારું મંત્રીમંડળ નવું છે, એટલે થોડો ઉત્સાહ પણ હોય. અમારી શરૂઆત છે. અમારા પહેલાંના મિત્રોએ એક લેવલ સુધી ગુજરાતને પહોંચાડ્યું એની વાહાવાહી છે. મુખ્યમંત્રીનો આ અનોખા અંદાજનો લોકો પણ પસંદ કરી રહ્યા છે.