• રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર તેમજ કોળી પટેલ સમાજની છે
  • કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાનાં જણાવ્યા અનુસાર, બિન રાજકિય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા
  • આગામી દિવસોમાં અમે સૌરાષ્ટ્રની અલગ-અલગ મેજોરીટી વિધાનસભા સીટનો પ્રવાસ કરવાનું આયોજન

WatchGujarat. વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ સમાજ દ્વારા સમયાંતરે શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટનાં રણછોડદાસ બાપુ આશ્રમ નજીક કોળી સમાજનું એક સંમેલન યોજાયું હતું. જેમાં કોળી સમાજનાં બે દિગ્ગજ અગ્રણી અને ભાજપનાં નેતાઓ કુંવરજી બાવળીયા તેમજ દેવજી ફતેપરા ખાસ હાજર રહ્યા હતા. જ્યાં બંનેએ જણાવ્યું હતું કે, અમે હાલ ભાજપમાં છીએ અને ભાજપમાં રહેવાના છીએ. પરંતુ અમને લાગે છે કે, અમારી અવગણના થાય છે. ભાજપ-કોંગ્રેસ અમારી તાકાતથી સારી રીતે પરિચિત છે.

કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાનાં જણાવ્યા અનુસાર, બિન રાજકિય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા છીએ. હાલમાં રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર તેમજ કોળી પટેલ સમાજની છે. અને આગામી દિવસોમાં અમે સૌરાષ્ટ્રની અલગ-અલગ મેજોરીટી વિધાનસભા સીટનો પ્રવાસ કરવાનું આયોજન કર્યું છે. અમે ભાજપમાં છીએ અને રહેવાના પણ છીએ.

વધુમાં બંનેએ કહ્યું હતું કે, હાલ ભાજપમાં જ અમારી અવગણના થતી હોવાનું અનુભવી રહ્યા છીએ. જો કે ભાજપ અને કોંગ્રેસ સહિતનાં પક્ષો જાણે કે કે કોળી સમાજનાં સપોર્ટ વિના સૌરાષ્ટ્રમાં જીત શક્ય નથી. આ સાથે જ ભાજપ ; કોંગ્રેસ બને જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની શુ તાકાત છે. એટલે અમારે કોઈને કશું સમજાવવાની જરૂર નથી. સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા , પૂર્વ સાંસદ દેવજી ફતેપરા , વર્તમાન નગરસેવક બાબુભાઇ ઉધરેજા , પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો કોંગ્રેસ-ભાજપના કાર્યકરો જોડાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud