શહેરના હરણી રોડ ઉપર પાર્ક કરેલી બસમાં સગીરાને ખેંચી જઇ એક યુવાને દુષ્કર્મ આચર્યું
એક સપ્તાહ પૂર્વે બનેલા આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
ફરાર થઇ ગયેલા આરોપી અને તેને મદદ કરનાર બે યુવાનોને ઝડપી પાડવાની કવાયત શરૂ
WatchGujarat. શહેરના હરણી રોડ ઉપર ભરવાડવાસ પાસે રોડ ઉપર પાર્ક કરેલી બસમાં સગીરાને ખેંચી જઇ એક યુવાને દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બનતા સનસનાટી મચી ગઇ છે. એક સપ્તાહ પૂર્વે બનેલા આ બનાવ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ફરાર થઇ ગયેલા આરોપી અને તેને મદદ કરનાર બે યુવાનોને ઝડપી પાડવા માટે પોલીસની એક ટીમ તેના વતન જવા માટે રવાના કરી દેવામાં આવી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગત અનુસાર, ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર રેવડીયા મહાદેવ મંદિર પાસે ખૂલ્લી જગ્યામાં ઝૂંપડા બાંધીને મૂળ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર નજીકના ગમે રહેતો પરિવાર રહે છે. અને છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. એક સપ્તાહ પહેલાં શ્રમિક પરિવારની સગીરા દરણું દળવવા માટે મુકવા ગઈ હતી. અને ત્યાંથી પરત ફરતી વેળાએ તેની બાજુમાંજ રહેતો નરેશ અને તેનીજ જ્ઞાતિના પરિવારના બે યુવાનો સગીરાનો પીછો કરતા પાછળ ગયા હતા.
દરણું મૂકી પરત ફરતી સગીરા ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર પાર્ક કરેલી એક બસની પાછળ લઘુશંકાએ જતાં નરેશ અને તેના બે મિત્રો બસ પાસે પહોંચી ગયા હતા. અને લઘુશંકા કરવા ગયેલી સગીરાને બસમાં ખેંચી ગયા હતા. જેમાં નરેશે સગીરાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તેના બે મિત્રોએ વોચ ગોઠવી હતી. આ બનાવ બાદ પરિવાર પિડીતાને લઇ વતન જતા રહ્યા હતા. તે સાથે દુષ્કર્મ આચરનાર નરેશ અને તેના બે મિત્રો પણ વતન ચાલ્યા ગયા હતા. જ્યાં આ મામલે સરપંચને જાણ કરતા તેઓએ વડોદરા ફરિયાદ કરવી પડશે તેમન જણાવ્યું હતું. પિડીતાના પિતાએ મોડી રાત્રે હરણી પોલીસ મથકમાં સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર નરેશ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.
એ.સી.પી. ભરત રાઠોડે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, શહેરમાં મજૂરી કામ કરતા મૂળ દાહોદ-મધ્યપ્રદેશ બોર્ડરના ગામના પરિવારના એક યુવાને તેના બે મિત્રોની મદદ લઇ તેનીજ જ્ઞાતિની સગીરાને ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર પાર્ક કરાતી લકઝરી બસો પૈકી એક બસમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાઇ છે. દસ દિવસ પહેલાં બનેલા આ બનાવ અંગેની ફરિયાદ હરણી પોલીસ મથકમાં પિડીતાના પિતાએ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી કરી દીધી હતી. પરંતુ, આરોપીઓ મળી આવ્યા ન હતા.
દરમિયાન પોલીસને આરોપીઓ તેમના વતન ભાગી ગયા હોવાની પોલીસને માહિતી મળતા એક ટીમ દાહોદ-મધ્યપ્રદેશની બોર્ડર ઉપર રવાના કરવામાં આવી છે. દુષ્કર્મ આચરનાર યુવાન અને સગીરા વચ્ચે પ્રેમસબંધ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.