• કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના જવાનો ટૂંક સમયમાં સુરત એરપોર્ટ પર તૈનાત કરાશે
  • ગૃહ મંત્રાલયે CISFના સંબંધિત વિભાગને આ અંગે સૂચના આપી
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સંમતિ આપ્યાના એક મહિનામાં સુરત એરપોર્ટ પર CISFની પોસ્ટ તૈનાત થશે

WatchGujarat. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના જવાનો ટૂંક સમયમાં સુરત એરપોર્ટ પર તૈનાત કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે આ સંબંધમાં CISFના સંબંધિત વિભાગને સૂચના આપી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સંમતિ આપી હતી કે સુરત એરપોર્ટ પર સીઆઈએસએફની પોસ્ટ થવી જોઈએ. અને હવે એક મહિનામાં જ તેમને સુરત ફાળવી દેવામાં આવશે.

સીઆઈએસએફના જવાનો માટે જરૂરી તમામ સુવિધા અને ઈકવિપમેન્ટ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સુરત જ્યારે ડોમેસ્ટિક એરપોર્ટ હતું ત્યારથી જ CISFને તૈનાત કરવાની માંગ ઉઠી હતી, પરંતુ ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચે થયેલા એમઓયુને કારણે CISFની સુરક્ષાનો મામલો જરૂરી હતો. સુરત એરપોર્ટ પર VVIPની અવરજવર વધવા છતાં CISF તૈનાત કરવામાં આવી ન હતી.

સુરત એરપોર્ટની સુરક્ષા માટે CISF તૈનાત હોવાનો મામલો મંત્રી સુધી રજુઆત કરવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય સંજય ઇજાવાએ CISFની નિમણૂક માટે ગૃહમંત્રી, CISF ડાયરેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પત્ર લખીને CISFની નિમણૂકની માંગણી કરી હતી.

સુરત એરપોર્ટ પર CISFની તૈનાતી અંગે ગૃહ મંત્રાલય દ્વારા CISFના સંબંધિત વિભાગને આદેશો આપવામાં આવ્યા છે. તત્કાલીન પોલીસ કમિશનર અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના તે સમયના ડીજી રાકેશ અસ્થાનાએ સાડા ત્રણસો થી વધુ સીઆઇએસએફના જવાનોનો મહેકમ સુરત એરપોર્ટની રાઉન્ડ ઘી ક્લોક સિક્યોરિટી માટે મંજુર કર્યું હતું.

પ્રથમ તબક્કામાં દોઢસો જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્તમાં પાઠવવામાં આવી શકે છે. હાલ સીઆઇએસએફના સ્ટાફ માટે જોઈનીંગ કટ ઓફ ડેટ ડિસેમ્બર રાખવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સીઆઇએસએફના જે જવાનો એકલા અથવા જે પરિવાર સાથે સુરત આવશે તેમના માટે રહેઠાણની વ્યવસ્થા શોધવામાં આવી રહી છે.

એરપોર્ટ કેમ્પસના 10 કિલોમીટર ત્રિજ્યામાં તેમના માટે ભાડાના મકાનોની તેમજ અધિકારીઓ માટે હાઉસ કે બંગલાની શોધ કરવામાં આવી રહી છે. ભારતમાં સુરત એરપોર્ટ જ એકમાત્ર એવું કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ છે, જ્યાં સીઆઇસેફ જવાનોનો બંદોબસ્ત નથી. સુરત એરપોર્ટ અને પેસેન્જરોની સલામતીની વ્યવસ્થા સુરત પોલીસના 140 જવાનો પાસે છે.

સીઆઇએસફનો બંદોબસ્ત નહીં હોવાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સ કંપની સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવા માટે અચકાતી હતી. અને ઘણીવાર તેમના મિટિંગમાં સીઆઇએસએફનો મુદ્દો પણ ઉઠાવવામાં આવતો હતો. જોકે હવે એ પ્રોબ્લેમ પણ દૂર થશે તેવું કહી શકાય છે.

રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા એરપોર્ટ હોવા છતાં અઢીસો જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. આતંકવાદી હુમલો, વીઆઈપીઓની અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે.

દેશમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1 લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. સુરત એરપોર્ટ પર રોજની 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે. તેવામાં હવે આવનાર સમયમાં આ જવાનો સુરત આવતા સુરત એરપોર્ટની સિક્યોરિટીમાં પણ વધારો થશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud