રસ્તામાં હોટલ પર અધિકારી સાથે ચાય પે ચર્ચા કરતા નજરે પડ્યા મુખ્યમંત્રી
બગોદરા - અરણેજ હાઈવે પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરવા જઇ રહ્યા હતા
મુખ્યમંત્રીએ રસ્તામાં કાફલાને ઉભો રાખી ચાની ચુસ્કીનો આનંદ માણ્યો
Watchgujarat.રાજ્યમાં નવી સરકાર આવી ત્યાથી સરકારનાં મંત્રીઓ પ્રજા વચ્ચે જઇને કામ કરવાની નિતી અપનાવી રહ્યા છે. ખુદ મુખ્યમંત્રી પણ અનેક વખત હળવા મુડમાં જોવા મળે છે. પ્રજા સાથે નેતા નહીં પરંતુ એક સામાન્ય માણસની જેમ વર્તણુક કરતા જોવા મળે છે. તેવી જ રીતે હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રસ્તામાં હોટલ પર ચા પીતા નજરે પડ્યા હતા.
https://youtu.be/Sb9eONlWmpY
મળતી માહિતી મુજબ સાદગી અને સરળતાના પર્યાય એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બગોદરા - અરણેજ હાઈવે પર ચાલી રહેલા કામોની સમીક્ષા કરવા જઇ રહ્યા હતા તે દરમ્યાન રસ્તા પર કાફલાને રોકીને હોટલમાં ચા પીવા માટે ઉભા રહ્યા હતા. શિયાળાની ગુલામી ઠંડી વચ્ચે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે હળવા મૂડમાં ચાય પે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. તમે વિડીયોમાં જોઇ શકો છો કે મુખ્યમંત્રી અધિકારી ગણ સાથે ચાની ચુસ્કી સાથે વાત-ચીત કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઇ પણ મુખ્યમંત્રી આવી સાદગી અને સરળતાથી રસ્તા પર કોઇ પણ હોટલમાં ચા પીતા જોવા મળતા હોતા નથી. પરંતુ કોઇ પણ નેતા ઉચ્ચ હોદ્દાપર હોવા છતાં એક સામાન્ય માણસની જેમ વ્યવહાર કરતા જોવા મળે ત્યાં લોકોમાં કુતુહલતા જાગે છે. તેવી જ રીતે હોટલમાં ચા પીતા જોઇને આસપાસનાં લોકો પણ આનંદિત થયા હતા.