GIDC ની વૈષ્ણવ ડિસિંગ એન્ડ એન્જીનીયરીંગ કંપનીમાં ચોરી
તસ્કરો એસ.એસના સામાન મળી કુલ 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર
WatchGujarat. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત રૂપિયા 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરોની તમામ ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
https://youtu.be/rYVpmZqZc9Q
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા નરેશ મનુભાઈ કચેરીયા જી.આઈ.ડી.સી.માં આવેલ વૈષ્ણવ ડીસીન્ગ એન્જીનીયરીંગ કંપની ચલાવે છે. જેઓ ગુરુવારે કંપનીમાં રજા હોય પોતાના ઘરે હતા. દરમિયાન તસ્કરોએ તેઓની કંપનીને રાતે નિશાન બનાવી હતી.
તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ એસ.એસની પ્લેટ અને સામાન મળી અંદાજિત રૂ. 2 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. શુક્રવારે માલિક નરેશ કચેરીયા કંપની ખાતે આવતા તેઓને અંદર ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. ચોરી અંગે તેઓએ જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. ચોરીની સમગ્ર ઘટના કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. તસ્કરોએ આરામથી કંપનીમાં પ્રવેશી એસ.એસ. નો સામાન ચોરી ફરાર થઇ ગયા હતા. જેઓ જાણભેદુ કે રેકી કરી હોવાની શક્યતા હાલ તો સેવાઈ રહી છે.