• ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરાના વિજેતા સરપંચો અને સભ્યોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો
  • સ્નેહમિલન કાર્યક્રમમાં BJP સાંસદ મનસુખ વસાવાના સંબોધનથી ઘડીક ભાજપીઓ સ્તબ્ધ થઈ ગયા
  • કોંગ્રેસે પણ વિકાસ કર્યો પણ રાષ્ટ્ર ભાવનાથી તમામ વર્ગને સાથે રાખી દેશ નિર્માણનું કાર્ય નહિ કર્યું હોવાનું BJP MP નો મત

WatchGujarat. ભરૂચ ભાજપના સૌથી સિનિયર આદિવાસી સાંસદ મનસુખ વસાવા હંમેશા તેમની આખાબોલી, નિખાલસ અને સ્પષ્ટ વાતથી પોતાના પક્ષ, વિરોધ પક્ષ અને પ્રજાને અચરજમાં મૂકી દે છે. ભરૂચમાં પણ કંઈક આવું જ બન્યું હતું જ્યારે સાંસદે જાહેર મંચ પરથી કહી દીધું હતું કે, હું નથી કહેતો કે કોંગ્રેસના સમયમાં કોઈ વિકાસ નથી થયો, કોંગ્રેસના સમયમાં પણ ખૂબ વિકાસ થયો છે પણ… તેમનું આ નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે.

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા હંમેશા તેમની નિખાલસ અને આખા બોલા સ્વભાવના કારણે વાદ, વિવાદ અને ચર્ચામાં રહે છે. ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોના વિજેતા સરપંચ અને સભ્યોનું સ્નેહ સંમેલન હતું. અને જાહેર મંચથી સંબોધવાનો વારો સાંસદ મનસુખ વસાવાનો આવતા જ કોંગ્રેસના સમયમાં પણ ખૂબ વિકાસ થયો છે તેમ ભાજપના સાંસદે બોલવાનું શરૂ કરતાં એક ઘડી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

મનસુખભાઈએ કહ્યું હતું કે, કોંગ્રેસ એક માત્ર ને માત્ર સત્તા થકી ચૂંટણીઓ જીતતા આવી છે. જે રીતના દેશની ઉન્નતિ કરવી જોઈએ તે કોંગ્રેસે નથી કરી. હું એવું નથી કહેતો કે કોંગ્રેસના સમયમાં કોઈ વિકાસ નથી થયો. થયો છે, કોંગ્રેસના સમયમાં પણ ખૂબ વિકાસ થયો છે. પણ જે રીતના એક રાષ્ટ્રને મજબૂત રાષ્ટ્ર બનાવવું જોઈએ. બધા જ વર્ગના લોકોને સાથે મળી દેશની પ્રગતિ થાય, એ ભાવનાથી કામ કરવું જોઈએ, એ પ્રકારે કોંગ્રેસે કર્યું નથી કાર્ય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud