• તહેવારોમાં લોકોએ દાખવેલી બેદરકારીના પગલે રાજ્યમાં કોરોનાએ ફરી માથુ ઉચક્યું છે
  • રાજકોટમાં છેલ્લા 2 દિવસથી દરરોજ કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે
  • રાજકોટમાં રહેતા અને તહેવારોમાં મુંબઇ જઈને પરત ફરેલા એક પરિવારના 3 સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો
  • આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી

WatchGujarat. તહેવારો બાદ રાજકોટમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી દરરોજ કોરોના સંક્રમણના નવા 2 કેસ સામે આવ્યા હતા. ગુરુવારે સાંજે રાજકોટમાં રહેતા અને તહેવારોમાં મુંબઇ જઈને પરત ફરેલા એક પરિવારના 3 સભ્યોનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. શહેરનાં હરીનગર ખાતે રહેતા બે 60 વર્ષીય વૃધ્ધા અને એક વૃધ્ધ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસો વધતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે.

શહેરમાં કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું

આ પહેલા બુધવારે વોર્ડ નં.8ના પોશ એરીયામાં બે કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. અમીન માર્ગની પંચવટી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય યુવતી તેમજ નિર્મલા રોડની યોગી નિકેતન સોસાયટીમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ બંને દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, તેમજ બન્ને દર્દીએ વેક્સિનના બંને ડોઝ પણ લીધા હોવાથી બંને દર્દીઓની તબિયત સ્થિર હોય, હોમ આઇસોલેટ થયા છે.

સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની કવાયત હાથ ધરાઈ

આરોગ્ય વિભાગ દ્વારા બંને દર્દીના પરિવાજનો અને સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી સ્થાનિક સ્તરે જ સંક્રમિત થયા હોવાથી લોકલ સંક્રમણ ફેલાયાનું અનુમાન છે. બંને કેસની તપાસમાં છ હાઇરિસ્ક સંપર્કો મળતા તેઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા હતા. પંચવટી સોસાયટીનાં દર્દીના બે પરિવારજને ડોઝ લીધો છે. તો એક 12 વર્ષનો બાળક છે. જયારે યોગીનિકેતન સોસાયટીમાં વૃધ્ધાનાં ઘરમાં રહેતા ત્રણે વ્યકિતએ બંને ડોઝ લઇ લીધા છે. કોર્પોરેશન વિસ્તારમાં હાલ એકટીવ કેસની સંખ્યા 11 થઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud