નર્મદા જિલ્લાના રાજપીપલમાં રેલી અને હોસ્પિટલના લોકાર્પણમાં BJP પ્રદેશ પ્રમુખની સાફ વાત
આપણે ફુલહાર નહિ પેહરવાનો પરિપત્ર કર્યો છે, CR પાટીલે આગેવાનોને કહ્યું
WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નકશે કદમ ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વાત હતી, નર્મદા જિલ્લાના રાજપીપલામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યકમોની. જેમાં CR પાટીલનું આગમન થતા સ્થાનિક આગેવાનો ફુલહાર લઈ સ્વાગત કરવા દોડી આવ્યા હતા.
https://youtu.be/zR314D-qdZ4
ત્યાં જ BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલે આગેવાનોને તમેને ફુલહાર કરતા અટકાવ્યા હતા. આપણે હાર જોઈતો નથી. તેમ કહેતા તાબડતોબ આગેવાનો CR પાટીલનું સ્વાગત કરવા બુકે લઈને આવી ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજપીપલામાં ફૂલ-હારનો આસ્વીકાર કર્યો છે. ભાજપના પૂર્વ મંત્રી એ ફૂલહાર થી સ્વાગત કરવા જતાં અટકાવ્યા CR પાટીલે તેમને રોક્યા હતા. અને કહ્યું હતું કે, ફૂલ હાર હું સ્વીકાર નહીં કરું,બુકે મંગાવી લો.
આપણે ફુલહાર નહીં પહેરવાનો પરિપત્ર કર્યો છે. કાર્યકરો એ ફૂલ હાર પહેરાવવાની વાત કરી છતાં પાટીલે ના પાડી દીધી હતી. અંતે બુકે દ્વારા આવકાર કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે, એમ લાગી રહ્યું છે, સી.આર.પાટીલ પણ PM મોદીના રસ્તે આગળ વધી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની 182 સીટોના જીતના સંકલ્પ લઈ આગળ વધતા CR પાટીલને હાર શબ્દ પસંદ નથી. ફૂલ-હારમાં પણ હાર શબ્દ આવતો હોય પાટીલ સાહેબને એ પસંદ ન પડતા ફુલહારને ના કહેતા ગુલદસ્તો આપી તેમને આવકાર અપાયો હતો.