• રખડતા પશુઓ પર નિયંત્રણ માટે વિધાનસભામાં બિલ પાસ
  • નવા કાયદાથી માલધારી સમાજમાં ઉગ્ર રોષ
  • નવા કાયદાનો ભાજપમાંથી પણ વિરોધ શરૂ થયો

WatchGujarat. ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરો પર નિયંત્રણ માટે તાજેતરમાં વિધાનસભામાં એક બિલ પાસ થયું છે. તે પ્રમાણે  હવે શહેરોમાં પશુઓને રાખવા માટે લાઈસન્સની જરૂરિયાત રહેશે. જો લાઈસન્સ વિના પશું રાખવાનો પ્રયત્ન કરવામાં આવશે, તો જેલ જવા સુધીની કડક કાર્યવાહીનું પ્રાવધાન છે. આ બિલના વિરોધમાં સમગ્ર ગુજરાતના માલધારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે માલધારી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેદન આપી વિરોધ નોંધાવવામાં આવી રહ્યા છે. જેને પગલે માલધારી સમાજનો રોષ પારખી જતા આ બિલને પરત ખેંચવા માટે ભાજપમાંથી પણ દબાણ ઉભુ થયું છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને પણ લાગે છે, હાલ આ કાયદાની જરૂર નથી. કાયદા અંગે ફેરવિચારણા કરવા માટે મુખ્યમંત્રી સાથે વાત કરી છે.

સીઆર પાટીલના હોમ ટાઉન એવા સુરતમાંથી જ ભાજપ સરકારની નીતિઓ સામે ભાજપના જ પદાધિકારીઓએ ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યાં છે. સીઆર પાટીને મીડિયા સાથે વાતમાં સ્પષ્ટ કહ્યું કે, મને પણ લાગે છે કે પાલિકાના કાયદામાં જોગવાઇ છે, તેને કંટ્રોલ કરવા માટે જોગવાઇ પુરતી છે. મારી પાસે સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી. મેં મુખ્યમંત્રીને  કીધું કે કાયદા માટે ફેર વિચારણા કરવી જોઇએ. જો કોર્પોરેશનના કાયદાનું સખતાઇ પુર્વક પાલન કરવા માટે સમાજ તૈયાર હોય ત્યારે આ કાયદાની જરૂર નથી. જેની માંગણી મને વ્યાજબી લાગે છે. જે અંગે તેઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જે રીતે વિધાનસભામા બજેટ સત્રના છેલ્લા દિવસ 31 માર્ચને ગુરૂવારની મધરાત સુધી કોંગ્રેસના ધારાસભ્યએ શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનુ મોરડિયાએ રજૂ કરેલા શહેરી વિસ્તારમા રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (કાયદા) સામે વિરોધ નોંધાવ્યો હતો. આવી જ રીતે હવે ભાજપમાંથી પણ તેનો વિરોધ શરુ થયો છે. રબારી, માલધારી પશુપાલકોમા શહેરોમાં ગાય રાખવા માટે લાયસન્સ, દંડ અને ફોજદારી કેસ અને જેલની સજાની જોગવાઈ સૂચવતા આ કાયદા સામે ભાજપમાંથી વિરોધ શરૂ થયો છે.

Facebook Comments Box

Videos

Our Partners