ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ
વડોદરાની એક ગેંગ અમદાવાદ ચોરી કરવા માટે ગઇ
એક ગાડીની ચોરી અને એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ વસ્તુઓ ચોરી ગયા
મણીનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો
WatchGujarat. રાજ્યમાં દિવસે-દિવસે ચોરીનાં બનાવ વધતા જાય છે.જે તે શહેરમાં રહીને ચોરી કરે એવુ તો સાંભળ્યું હશે પરંતુ 115 કિલોમીટર દૂર જઇને કોઇ ચોરી કરે તેવુ ભાગ્યે જ સાંભળ્યું હશે. ત્યારે અમદાવાદ પોલીસે એવા બે ભેજાબાજોને પકડી પાડ્યા જે વડોદરાથી અમદાવાદ ચોરી કરવા માટે ગયા હતા.વડોદરાથી ચોરી કરવા અમદાવાદ આવતી ગેંગનો પર્દાફાશ થયો છે.અમદાવાદ
મણિનગર પોલીસે ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જે બને મૂળ વડોદરાના વતની છે. પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા.પોલીસ પેટ્રોલિંગનો સમય પૂરો થયા બાદ વડોદરાથી અમદાવાદ શહેરમાં ચોરી કરવા નીકળતી ગેંગના બે સભ્યો ઝડપાયા. મણીનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો. સાથે જ શહેરમાં વધુ એક ચોરીને અટકાવવામાં પણ પોલીસને સફળતા મળી.
મળતી માહિતી મુજબ મણિનગર પોલીસે ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. જે બને મૂળ વડોદરાના વતની છે. પરંતુ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ 24મી રાત્રે શહેરના ખોખરા વિસ્તારમાંથી એક ગાડીની ચોરી કરી અમદાવાદ અને ગાંધીનગરમાં ઘરફોડ માટે રેકી કર્યા બાદ મણીનગરના એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ ઘડિયાળો અને સોનાના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. સાથે જ ઘરમાં રહેલી ફરિયાદીની ગાડી ચોરી કરી અગાઉ ચોરેલી ગાડીને બિનવારસી છોડી ફરાર થયા હતા. પરંતુ ચોરી કરેલી ગાડી સાથે ફરી અન્ય કોઈ જગ્યાએ ચોરી કરે તે પહેલાં મણીનગર પોલીસે આરોપીને ઝડપી પાડયા હતા.
પોલીસ દ્વારા ઝડપાયેલા બે આરોપીની પૂછપરછમાં ચોરીના ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી રાજુ પંજાબીનું નામ સામે આવ્યું છે. પોલીસે જ્યારે આરોપીને ઝડપ્યા ત્યારે રાજુ પણ તેમની સાથે હતો. જોકે પોલીસ સાથે થયેલી ઝપાઝપી બાદ તે નાસી છૂટવામાં સફળ રહ્યો. મોટાભાગનો મુદ્દામાલ આરોપી રાજુએ વડોદરાના એક સોની વેપારીને વેચ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો કે વડોદરામાં દરગાહ પાસે છૂટક મજૂરી કરતા હતા તે સમયે એકબીજાના સંપર્કમાં આવ્યા અને ગુનાને અંજામ આપવની શરૂઆત કરી.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ ત્રણ ગુનાની કબુલાત તો કરી પણ અન્ય કેટલા ગુના આચર્યા તેની પણ તપાસ શરૂ કરાઇ છે. સાથે જ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ અને વડોદરા વચ્ચેનું અંતર 111 કિમી જેટલું થાય છે.ત્યારે બીજા શહેરમાં ચોરી કરવા ગયેલા ભેજાબાજો પકડાય જતા આગામી સમયમાં વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શકયતા છે.
- ફઈમખાન પઠાણ અને વિજય ઉર્ફે અજય રબારીની ચોરીના ગુનામાં ધરપકડ
- વડોદરાની એક ગેંગ અમદાવાદ ચોરી કરવા માટે ગઇ
- એક ગાડીની ચોરી અને એક ફ્લેટનું તાળું તોડી મોંઘીદાટ વસ્તુઓ ચોરી ગયા
- મણીનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી વાહન ચોરી સહિત ત્રણ ગુનાનો ભેદ ઉકેલ્યો