WatchGujarat. મુંબઈની મરિન ડ્રાઇવ ખાતે આવેલી સીગ્રીન હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો
58 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.
સોમવારે મુંબઇ સ્થિત હોટેલમાં સાંસદનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. વાતની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇને મામલાની વધુ તપાસ શરૂ કરી દીધી હતા.