ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે છાપા મારી દાહોદ ખાતે ચાલતા મોટા જુગારધામને ઉજાગર કર્યો છે
સ્ટેટ મોનીટરીંગ સેલે છાપા દરમિયાન 12 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા તથા રોકડ મળી રૂ.11.19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
દાહોદ પોલીસની નાક નીચે ચાલતો જુગારધામ ઉજાગર થતા, સ્થાનિક પોલીસમા ખડભડાટ વ્યાપી ગયો છે
WatchGujarat. ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલે ધરપકડના મામલે પોતાની જૂની ઘરેડ જાળવી રાખી છે. દાહોદની સ્થાનિક પોલીસના નાક નીચે ચાલી રહેલા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ત્રાટકી હતી. દાહોદ શહેર સહિત આસપાસના ગામડાઓના યુવાનોને જુગારના રવાડે ચઢાવી પાયમાલીની ગર્તામાં ધકેલવાનું મોટું નેટવર્ક દાહોદ કસ્બા જુના વણકરવાસ સ્મશાન રોડ પર ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલી રહ્યુ હતુ. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દાહોદ કસ્બા જુના વણકરવાસમાં મોટા પાયે ચાલતા જુગારધામ ઉપર ઓચિંતા છાપો મારી વરલી મટકાનો તથા ચકલી પોપટ જુગાર રમી રહેલા આશરે 30થી વધુ જુગારીયાઓ પૈકી 12 જેટલા જુગારીઓને પકડી પાડયા હતા. જ્યારે સ્થળ પરથી રૂ. 1.53 લાખ થી વધુ રોકડ મળી રૂ. 11.19 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, દાહોદ શહેરના ગરબા જુના વણકરવાસ સ્મશાન રોડ પર ચામડાની વખાર આગળના ખેતરમાં છેલ્લા કેટલાય સમયથી મોટા પાયે વરલી-મટકાનો તથા ચકલી પોપટનો જુગાર રમાતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમને મળી હતી. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ગતરોજ બપોરના 3 વાગ્યાની આસપાસ અલગ-અલગ ગાડીઓમાં બાતમી વાળા સ્થળે પહોંચ્યા હતા.
બાતમી વાળા સ્થળે મોટાપાયે ધમધમતા જુગારધામમાં જુગાર રમવાના બહાને કર્મીઓ બેસી ગયા હતા. અને જુગાર બરાબર જામ્યો ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ના કર્મીઓ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા હતા. અને ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા જુગારીયાઓમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન જુગાર રમી રહેલા આશરે 35 થી 40 જેટલા જુગારીયાઓ પૈકી 12 જુગારીયાઓને ઝડપી પડાયા હતા. અને પકડાયેલ શખ્સોની અંગજડતી માંથી, જમીન પરથી તેમજ ટેબલો ના ખાનાઓમાંથી મળી કુલ રૂ.1.53 લાખ રોકડ, રૂ.47 હજારની કિંમતના 14- મોબાઇલ ફોન, રૂ. 9.15 લાખની કિંમતના 23 જેટલા વાહનો, તેમજ લોખંડના ટેબલ નંગ-7, પ્લાસ્ટીકની ખુરશી નંગ-3, પ્લાસ્ટિકના ટેબલ નંગ-3, નાની ગાદી નંગ-6, પાણીના જગ નંગ-10, કેલ્ક્યુલેટર તેમજ વરલી મટકાના જુગારનું સાહિત્ય વગેરે મળી રૂ. 11,19,640 નો મુદ્દામાલ પકડી પાડી કબજે લીધો હતો.