• નંદેસરી GIDC ખાતે આવેલ કંપનીની ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો
  • મોડી રાત્રીએ ન્યુફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇકવિપમેન્ટ લિમિટેડ કંપનીના એક કર્મચારીનું મોત
  • મરણજનારના સાથી કર્મચારી સહિત ગામજનોએ કંપની વિરૂદ્ધ કડક પગલા લેવા કરી માંગ
  • નંદેસરી પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat. વડોદરા શહેરના છેડે આવેલ નંદેસરી GIDC સ્થિત અનેક કંપનીઓ તેઓના કર્મચારીઓની સેફટી અંગે બેદરકારી દાખવતી હોવાના કારણે ઘણી વખત વિવાદોમાં સપડાતી હોય છે. તેવામાં ગત રોજ નંદેસરી GIDC સ્થિત ન્યુફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇકવિપમેન્ટ લિમિટેડ કંપનીમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. જેમાં કામ કરી રહેલા કર્મી ઉપર જોબ પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ નંદેસરી ગામ સિવાજીનગરમાં રહેતો 23 વર્ષીય રામુ પ્રેમસિંગ પ્રસાદ નંદેસરી GIDC સ્થિત ન્યુફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇકવિપમેન્ટ લિમિટેડ કંપનીમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. ગત રાત્રીએ સાડા અગીયાર વાગ્યાની આસપાસ જ્યારે રામુ તેનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેના માથા પર ઉપરથી જોબ પડ્યું હતું. જેના કારણે તેનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું.

જોકે રામુને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલાની જાણ પોલીસને થતા નંદેસરી પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને બનાવની તપાસ કરી મૃતદેહને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કંપનીની ઘોર બેદરકારીના પગલે રામુના સાથી તથા ગામના લોકો કંપની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેની માંગ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners