• આજે રખડતા ઢોર નિયંત્રણ બિલ અંગે બેઠક મળી હતી
  • આ બેઠકમાં બિલને મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો
  • માલધારી સમાજના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી બીલ મોકુફ

WatchGujarat.રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા એટલી વધી ગઇ છે કે રેલો સરકાર સુધી પહોંચ્યો છે. રખડતા ઢોરનાં આતંકથી જનતા પરેશાન છે ત્યારે આજે રખડતા ઢોર નિયંત્રણ બિલ અંગે એક બેઠક મળી હતી. જો કે આ બેઠકમાં બિલ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પૂર્વમંત્રી રણછોડ દેસાઇએ આ અંગે માહિતી આપી હતી.

રણછોડ દેસાઇએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે આવતા દિવસોમાં લોકોને પણ તકલીફ ન પડે અને માલધારી સમાજના પણ જે કઇ પ્રશ્નો છે તે પ્રશ્નોનું પણ ચોક્કસ યોગ્ય નિરાકરણ આવે ત્યાં સુધી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રીએ આ બિલને મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. આવતા દિવસોની અંદર માલધારી સમાજના જેટલા પણ પરિવારો મહાનગરમાં રહે છે તે બધાને આઇડેન્ટિફાઇ કરીને જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટનું માર્ગદર્શન છે તે પ્રમાણે તેની વૈકલ્પિક વ્યવસ્થા થાય ,સમાજમાં કોઇ તિરસ્કાર ઉભો ન થાય તે પ્રમાણેનો નિર્ણય લેવા માટેની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.

વધુમાં જણાવ્યુ હતુ કે જ્યાં સુધી માલધારી સમાજના પ્રશ્નનો વૈકલ્પિક નિર્ણય ન આવે ત્યાં સુધી બિલ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બિલ મોકુફ રાખવાથી બિલમાં સમાવેશ કોઇ પણ બાબતનો અમલ થશે નહીં તેવુ મંત્રીએ જણાવ્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે રોજ-બરોજ વધતા રખડતા ઢોરના ત્રાસથી પ્રજા પરેશાન છે ત્યારે વહેણી તકે આ અંગે કોઇ નિર્ણય લેવાય તે ખાસ જરૂરી છે.

Facebook Comments Box

Videos

Our Partners