Watchgujarat. કોરોના વાયરસ (Coronavirus) સામે લડી રહેલા માતા-પિતાને દિલ્હી સરકારે (Delhi Government) મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) ના આદેશ બાદ હવે દિલ્હી સરકારે બધી ખાનગી શાળાઓને શૈક્ષણિક વર્ષ 2020-21માં ચાર્જ કરવામાં આવેલ ફી માં 15 ટકા જેટલી ફી ઘટાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. દિલ્હી સરકારે ખાનગી શાળાઓની ફી અંગેના વાલીઓની મૂંઝવણને દૂર કરવા આ કર્યું છે.
ઉદાહરણ તરીકે, જો નાણાકીય વર્ષ 2020-21માં શાળાની માસિક ફી રૂ. 3,000 રહી છે, તો સ્કૂલ તેમાંથી 15 % બાદ કરીને શાળાના માતાપિતા પાસેથી ફક્ત 2,550 રૂપિયા જ ચાર્જ લેશે. શાળાઓને સૂચના આપવામાં આવી છે કે જો શાળાઓએ આના કરતાં વાલીઓ પાસેથી વધુ ફી લીધી હોય, તો શાળાઓએ તે ફી પરત કરવાની રહેશે અથવા તો આગળની ફી માં એડજસ્ટ કરવાની રહેશે.
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા (Manish Sisodia) એ કહ્યું છે કે કોરોનાકાળમાં જ્યારે બધા માતા-પિતા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ સમય દરમિયાન ફીમાં 15% ઘટાડો તેમના માટે મોટી રાહત રહેશે. શાળા સંચાલન માતા-પિતાની આર્થિક તંગીના કારણે બાકી ફી ચૂકવવી ન હોવાના આધારે વિદ્યાર્થીઓને શાળાની કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી રોકી શકશે નહીં.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા ખાનગી શાળાઓની ફીમાં 15℅ ટકાનો ઘટાડો કરવાનો આદેશ કોરોનાના સમયમાં નફાકારક અને વેપારીકરણ અટકાવવા માટે આપવામાં આવ્યો છે. દિલ્હી સરકાર દ્વારા નિર્દેશિત આ આદેશ આ બધી 460 ખાનગી શાળાઓ માટે જેમને હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
આ 460 શાળાઓ સિવાય દિલ્હીની અન્ય બધી શાળાઓ દિલ્હી સરકાર દ્વારા 18 એપ્રિલ, 2020 અને 28 એપ્રિલ, 2020 ના રોજ ફી સંબંધિત જાહેર કરવામાં આવેલ સૂચનાનું પાલન કરવામાં આવશે. ફીમાં ઘટાડો એ બધા વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે કોરોનાના સમયમાં મોટી રાહત છે.