• રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે ડોગ આવ્યો હોવાનો મહિલાએ 1962 ને કર્યો કોલ
  • કોલ મળતા જ પ્રાણી બચાવ એમ્બ્યુલન્સમાં પાઇલોટ સાથે તબીબ પહોંચી
  • ગંભીર રીતે ઘવાયેલા શ્વાનને ભરૂચ રેલવે સ્ટેશને જ આપી સારવાર

WatchGujarat. ભરૂચમાં 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવાને પ્રથમ કેસ મળ્યો હતો. જેમાં ટ્રેન અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત ડોગનો જીવ રેલવે સ્ટેશન પર જ સારવાર આપી બચાવી લેવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 108 ની ઇમરજન્સી સેવા સાથે જ કરુણા પ્રોજેકટ હેઠળ અબોલ પશુઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. 1962 એનિમલ એમ્બ્યુલન્સ નંબર ઉપર કોલ કરતા જ તે ઘટના સ્થળે પહોંચી પ્રાણી કે પશુઓને બચાવવા માટે 108 ની જેમ પ્રયત્નો હાથ ધરે છે. આમ તો ઉત્તરાયણ મકરસંક્રાતિ પર્વ ઉપર પાછલા કેટલાક વર્ષોથી રાજ્ય સરકાર દ્વારા 10 થી 15 દિવસ કરુણા અભિયાન ચલવાઈ છે. જેમાં પતંગના દોરામાં આવી જતા અબોલ પશુઓ માટે હેલ્પલાઇન નંબરો અને સારવાર કેન્દ્રો કાર્યરત કરાઈ તેમને સારવાર આપી જીવ બચાવવાના પ્રયત્નો થાય છે.

જોકે માત્ર ઉત્તરાયણ પર્વ જ અને પશુઓ જ નહીં અન્ય પ્રાણીઓને પણ સમયસર સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પણ પ્રાણીઓ માટેની આ સેવા કાર્યરત છે. જેને શુક્રવારે તેનો પ્રથમ કોલ મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ રેલવે સ્ટેશને એક ડોગ ટ્રેનની અડફેટે આવતા ગંભીર ઇજા પહોંચી હતી. સ્ટેશન ઉપર હાજર મહિલા પ્રવાસી સંગીતાબેન નામની વ્યક્તિએ તુરંત અબોલનો જીવ બચાવવા 1962 ambulance ને કોલ કર્યો હતો. જોતજોતામાં સાયરન સાથે પ્લેટફોર્મ ઉપર એનિમલ એમ્બ્યુલન્સ સાથે પાયલોટ અને ડોકટર આવી ગયા હતા. સાથે જ સ્ટેશન ઉપર રેલવે પ્રોટેકશન ફોર્સ અને રેલવે પોલીસ પણ હાજર હતી.

મુસાફરોની ભીડ વચ્ચે ટ્રેન અડફેટે ઇજા પામેલા ડોગને ટ્રેક પરથી ઉઠાવી પ્લેટફોર્મ ઉપર લવાયો હતો. તરત જ એમ્બ્યુલન્સના ડોક્ટર નીરવ તથા pilot હિંમતસિંહ ત્યાં પહોંચી ડોગ ને સમયસર સારવાર આપી તેનો જીવ બચાવી લીધો હતો. અબોલા જીવને બચાવવાની આ કામગીરીની ત્યાં હાજર સૌ કોઈએ સરાહના કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud