WatchGujarat. Vaccine Certificate On WhatsApp: હવે તમે થોડીવારમાં તમારા વોટ્સએપ પર કોરોના રસીનું પ્રમાણપત્ર સરળતાથી મેળવી શકો છો. આ માટે તમારે ત્રણ સરળ સ્ટેપ્સ પૂર્ણ કરવા પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તમે WhatsApp પર મળેલ કોરોના વેક્સિનેશન સેર્ટિફિકેટ ને તમે સેવ પણ કરી શકો છો.
શું છે સમગ્ર પ્રક્રિયા
- પહેલા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર +91 9013151515 ને સેવ કરો
- પછી વોટ્સએપ ચેટ ખોલો અને covid certificate ટાઈપ કરો
- OTP કન્ફર્મ કરો
સૌથી પહેલા, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર +91 9013151515 ને સેવ કરવો પડશે. (અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ નંબર રસી લેતી વખતે તમે દાખલ કરેલા તે જ મોબાઇલ નંબર પર સેવ કરવો પડશે.) આ નંબરને સેવ કરી લીધા પછી તમારું વોટ્સએપ ખોલો. ચેટ બોક્સ પર જાઓ અને covid certificate લખો. આ ટાઇપ કર્યા પછી, તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર છ આંકડાનો OTP મળશે. વોટ્સએપ ચેટ બોક્સમાં જ આ OTP લખો અને મોકલો. ધ્યાનમાં રાખો કે તમને જે OTP મળશે તે માત્ર ત્રીસ સેકન્ડ માટે હશે. જો તમે પરિવારના અન્ય સભ્યોના રસીકરણ સમયે સમાન નંબર આપ્યો હોય, તો OTP દાખલ કર્યા પછી, તમને તે તમામ સભ્યોનું રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે.
https://twitter.com/OfficeOf_MM/status/1424309658093715456?s=20
ભારતમાં રસીકરણની સ્થિતિ
દેશમાં કોવિડ -19 રસીકરણનો નવો તબક્કો 21 જૂનથી શરૂ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી કોવિડ -19 રસીના 52.37 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. હાલમાં, 8,99,260 વધુ રસી આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. સવારના 8 વાગ્યા સુધી ઉપલબ્ધ ડેટા મુજબ, વેડફાયેલા ડોઝ સહિત કુલ 50,32,77,942 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.