• દ્વારકાધીશ મંદિરમાં ભાવિ ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું
  • અગિયારથી લાંભ પાંચમ સુધીમાં 7 લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યા
  • દ્વારકાધીશ મંદિરમાં  કુલ 57.74 લાખનું દાન કરવામાં આવ્યું

WatchGujarat. કોરોના કાળ પછી આ દિવાળી સૌ કોઇ માટે ખાસ રહી છે. મંદિર,મોલ, પ્રવાસન સ્થળોથી લઇને જાહેર રસ્તાઓ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. વેપારમાં પણ ભારે તેજી જોવા મળી હતી.ત્યારે રાજ્યનાં મંદિરોમાં પણ લાઇનો લાગી હતી. દર્શન માટે આવેલા ભાવિ ભક્તોની લાઇનો જોઇને કેટલાક મંદિરોમાં દિવાળીનાં તહેવારોમાં દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો હતો. દિવાળીનાં તહેવારોમાં મંદિરોમાં પાર્કિગો હાઉસફુલ હતા. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનનો લ્હાવો લેવા માટે આવ્યા હતા. ત્યારે મોટા મંદિરોમાં ભક્તો દ્વારા દિલ ખોલીને દાન કરવામાં આવ્યું હતુ.

ત્યારે સુપ્રસિદ્ધ દ્વારકાધિશ મંદિરની વાત કરીએ તો દિવાળીનાં તહેવારમાં એટલે કે અગિયારથી લાંભ પાંચમ સુધીમાં અહીં 7 લાખથી વધારે ભાવિ ભક્તો આવી પહોંચ્યા હતા. આ ભાવિ ભક્તો દ્વારા મંદિરમાં કુલ 57.74 લાખનું દાન કરવામાં આવ્યું છે. દ્વારકા દેવસ્થાન સમિતિએ આ આંકડો જાહેર કર્યો હતો. દિવાળીનાં તહેવારમાં અહીં આવેલા ભક્તોએ દાનની સરખામણી વહેતી કરી હતી. અને માત્ર દસ જ દિવસમાં 57.74 લાખનું દાન કર્યું હતુ. અહીં માત્ર દિવાળી જ નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ભક્તો દ્વારા દાન કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વખતે દિવાળીમાં મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી પહોંચ્યા હતા માટે મોટી સંખ્યામાં દાન પણ કર્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો દ્વારકાધીશ મંદિર પહેલેથી જ સુપ્રસિદ્ધ છે પરંતુ હવે નજીકમાં જ શિવરાજપુર બિચ હોવાથી અહીં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. માટે દ્વારકા મંદિરમાં પણ ભક્તોનો ઘસારો વધતો જાય છે.જ્યારે રાજ્યનાં બીજા મંદિરની વાત કરીએ તો અંબાજી, સોમનાથ, પાવાગઢ, ચોટીલા જેવા અનેક મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી પહોંચ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners