• શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો તલવારબાજી કરતો વિડીયો વાયરલ
  • રવિવારે વતનની મુલાકાત દરમિયાન વાઘાણીએ કરી હતી તલવારબાજી
  • ઢોલનાં તાલે બન્ને હાથમાં તલવાર લઇને કરી તલવારબાજી
  • પોતાના માદરે વતન નાના સુરકા ગામે શોભાયાત્રામાં કરી તલવારબાજી
  • ગ્રામજનો વચ્ચે બંને હાથે તલવારબાજી કરતાં શિક્ષણમંત્રીનો વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો

WatchGujarat. શિક્ષણ….શબ્દ સાંભળતા પહેલા યાદ આવે કલમ અને પુસ્તકો. એવામાં જેના પર શિક્ષણની મોટી જવાબદારી હોય તે શિક્ષણમંત્રી..તમે ક્યારે કોઇ શિક્ષણમંત્રીને જાહેરમાં તલવાર વિંઝતા જોયા છે ? ન જોયા હોય તો હાલ સોશ્યિલ મિડીયા પર ગુજરાતનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું વિડીયો વાયરલ થઇ રહ્યો છે. હાથમાં કલમની જવાબદારી છે તેવા રાજ્યના શિક્ષણમંત્રી જાહેરમાં તલવારબાજી કરી રહ્યા છે.

આ વિડીયોમાં જોઇ શકાય છે કે લોકો વચ્ચે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી બન્ને હાથે તલવાર કરી રહ્યા છે. વાત એમ છે કે ગત રવિવારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પોતાના વતન નાના સુરકામાં સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જીતુ વાઘાણીએ શોભાયાત્રા દરમ્યાન તલવારબાજી કરી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં શિક્ષણમંત્રી ગ્રામજનો વચ્ચે બંને હાથે તલવારબાજી કરતાં નજરે પડે છે. રવિવારે માદરે વતનની મુલાકાત દરમિયાન તેમણે કરેલી આ તલવારબાજી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

રવિવારે માદરે વતન જીતુ વાઘાણીનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જ્યાં તેઓએ ઢોલનાં તાલે બંને હાથમાં તલવાર લઇને તલવારબાજી કરી હતી.ભાવનગર ખાતે પરંપરા મુજબ જીતુ વાઘાણીએ તલવારબાજી કરી રહી હતી. જેની ચર્ચા ચારે કોર થઇ રહી છે. સવાલ એ થાય છે કે જેના હાથમાં કલમ હોવા જોઇએ એના હાથમાં તલવાર શોભે ? આજ સુધી ગુજરાતમાં ક્યારેય કોઇ શિક્ષણમંત્રીનાં હાથમાં તલવાર જોઇ નથી.એવામાં જીતુ વાઘાણીની આ તલવારબાજી ભારે ચર્ચામાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા કેન્દ્રિય કાપડ અને મહિલા-બાળ વિકાસ મંત્રી રહી ચૂકેલા સ્મૃતિ ઇરાની ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરૂકુલ મૂર્તિ ફાઉન્ડેશન ફેસ્ટિવલમાં આવ્યા હતા ત્યારે તેઓએ બાળકો સાથે તલવાર નૃત્ય કર્યું હતુ. જો કે, રાજ્યમાં અગાઉના શિક્ષણમંત્રીએ ક્યારે પણ તલવાર વિંઝી હોય તેવા કિસ્સા સામે આવ્યા ન હતા. જીતું વાઘાણીનો તલવાર વિંઝતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud