• ગરમી પણ વધી અને લીંબુ 320ના કિલોના ભાવેય દોહ્યલાં બન્યાં
  • લીલા મરચાં દોઢસોના કિલો,લીબું 15 રૂપિયાનું એક
  • માર્કેટમાં લીંબુની રોજની હજાર બોરીના બદલે અત્યારે સો બોરી જ આવે છે

WatchGujarat.ગુજરાતમાં એક બાજુ 42 ડિગ્રીથી વધુ ગરમી પડી રહી છે તેવામાં લીંબુ હોલસેલમાં રૂ.220 કિલો અને રિટેઇલમાં 320 કિલો થઇ ગયા છે. ઉનાળામાં લીંબુની માંગ વધતા બજારમાં રૂ.320 કિલો મળતા નહોતા. વેપારીઓના જણાવ્યા મુજબ દરરોજ હોલસેલ માર્કેટમાં એક હજાર બોરી આવતી હતી તેની જગ્યા છેલ્લા બે દિવસથી માત્ર 100 જેટલી બોરી આવી રહી છે. જેના લીધે બજારમાં લીંબુની અછત ઉભી થઇ ગઇ છે. સોશિયલ મિડીયા પર આ હકીકત ટાંકીને એવી રમૂજ ચાલતી થઇ કે નજર ઉતારવાની ચીજોને નજર લાગી, લીલા મરચાં દોઢસોના કિલો, લીબું 15નું એક,

મિડીયા રિપોર્ટ મુજબ ગુજરાતી થાળી અને ભાજીપાઉના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યા છે કે લીંબુના આટલા બધા ભાવ થઇ ગયા હોવાથી તે વાપરવાનું બંધ કરી દીધુ છે. જ્યારે પંજાબી હોટલોમાં લીબું લોકરમાં મુકવાની ફરજ પડી રહી છે. એક લીબું રૂ.15 થી 17 પડી રહ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં લીંબુ રૂ.40 કિલો મળતા હતા. પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે અચાનક બજારમાં લીંબુની આવક ઓછી થઇ જતા હાલ રૂ.240 કિલો હોલસેલમાં મળી રહ્યા છે. રાજનગર શાક માર્કેટના વેપારી મોહંમદ તોફીક શેખે જણાવ્યુ છે કે લીંબુ અને મરચાની માંગ બજારમાં વધુ છે. પરંતુ તે ઓછા આવી રહ્યા છે. જેના લીધો ભાવોમાં કૃત્રિમ ઉછાળો આવી ગયો છે. બજારમાં જ્યાં સુધી પુરતો સ્ટોક નહીં આવે ત્યાં સુધી ભાવો નીચા આવવાની શક્યતા નહીંવત છે.

Facebook Comments Box

Videos

Our Partners