જાણો 200 વર્ષથી પતંગ બનવવામાં રચ્યા પચ્યા રહેતા શેખ પરિવારની ઉત્તરાયણની સફર
આંગળીના નખથી લઈ આભમાં ઊડતી વિરાટ આકારની પતંગો બનાવવા પાછળ 4 મહિના પહેલા શરૂ થતી કામગીરી
સોંઘવારીમાં આના, પૈસા કરતા પણ ઓછી કિંમતે બનતી એક પતંગ આજે મોંઘવારીમાં રૂપિયામાં પણ તૈયાર થતી નથી
WatchGujarat. આબાલ, વૃદ્ધો સૌકોઈને પ્રિય એવા પતંગોત્સવનો ભરૂચનો ઇતિહાસ પણ રસપ્રદ અને રોચક છે. 1900 મી સદીમાં ઘોડાગાડીમાં શરૂ થયેલી ભરૂચની પતંગવાલા પેઢીની સફર આજે આધુનિક યુગમાં તેઓની નવી પેઢીને મહેનતકશ વ્યવસાયમાં રસ ન હોય ખાઈ રહી છે ડચકા.
ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લાના પતંગ રસિયાઓ સુસજ્જ થઈ ગયા છે. બજારમાં પતંગ, દોરા, ફીરકી સહિતની ચીજવસ્તુઓની ખરીદારી ખીલી રહી છે. ત્યારે પ્રાચીન નગરી ભરૂચમાં પતંગનો ઇતિહાસ પણ રોચક રહ્યો છે.
શહેરના મોટિબજારમાં આવેલા ઘોષવાડમાં રહેતા ગુલામ મહંમદ શેખનું પરિવાર પતંગવાલા તરીકે જ પ્રખ્યાત છે. તેઓનો પેઢીગત વ્યવસાય પતંગ બનાવવાનો અને 1900 સદી એટલે કે 200 વર્ષ જૂનો છે.
સોંઘવારીના એ જમાનામાં તમામ ચીજવસ્તુઓ આના અને પૈસામાં મળતી તેમજ હાથ બનાવટની જ બનતી. શેખ પરિવારના વડવાઓ 4 મહિના પહેલા જ પતંગ બનાવવાનું શરૂ કરી દે છે, જોકે આજે તેમની નવી પેઢીને આ વંશ પરંપરાગત વ્યવસાયમાં વધુ મહેનત હોવાથી ઝાંઝો રસ રહ્યો નથી.
મોંઘવારીના જમાનામાં પતંગ બનાવવાના કાચા સામાનમાં ચાર ગણો વધારો થયો છે. હાલ તો બધું જ રેડીમેડ મળી રહે છે પણ જ્યારે 1900 મી સદીમાં વાસ શોધી લાવી આ પરિવારના વડવા જાતે કમાન બનાવતા હતા ત્યારે ઉત્તરાયણ પેહલા દર અઠવાડિયે ભરૂચનું પતંગવાલા પરિવાર 40 હજાર પતંગ બનાવી ઘોડાગાડીમાં વડોદરા મોકલતું હતું.
આજે તેઓ નખના આકારથી લઈ વિરાટ કદની પતંગો પોતાના હાથે બનાવે છે. જે પતંગબાજી સાથે સુશોભન અને હિંડોળા સહિતમાં ઉપયોગમાં લેવામાં આવે છે.