સુરતમાં ફોટો લેતી વખતે 12 વર્ષીય બાળક અચાનક તાપી નદીમાં પડી જતા મોત નીપજ્યું
મક્કાઈ પુલ પર પિતા પોતાના જ પુત્રને બ્રીજની પાળી પર બેસાડી ફોટો પાડી રહ્યા હતા
બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી બાળકની શોધખોળ હાથ ધરી હતી
પાણીનું વહેણ વધુ હોવાથી અંદાજીત ૩ કલાકની શોધખોળ બાદ પણ બાળકની કોઈ ભાળ મળી નથી
WatchGujarat. સુરતમાં આવેલા મક્કાઈ પુલ પર પિતા પોતાના જ પુત્રને બ્રીજની પાળી પર બેસાડી ફોટો પાડી રહ્યા હતા તે વેળાએ ૧૨ વર્ષીય બાળક અચાનક પાળી પરથી તાપી નદીમાં પડ્યો હતો જેથી તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી અંદાજીત ૩ કલાકની શોધખોળ બાદ પણ બાળકની કોઈ ભાળ મળી ન હોવાનું જાણવા મળ્યું છે.
ફોટો અને સેલ્ફી લેવાના ચક્કરમાં મશગુલ થઇ જતા લોકો માટે આ ઘટના લાલબતી સમાન છે. સુરતના અમરોલી કોસાડ વિસ્તારમાં રહેતા સૈયદ શેખ પોતાના ૧૨ વર્ષીય પુત્ર ઝાકીર શેખને લઈને મક્કાઈપુલ ખાતે રમાડવા પહોચ્યો હતો. જ્યાં બાળકને બ્રીજની પાળી પર બેસાડી ફોટો પાડી રહ્યો હતો. આ દરમ્યાન અચાનક બાળક બ્રિજની પાળી પરથી ગબડીને તાપી નદીમાં પડ્યો હતો. આ ઘટનાને લઈને ત્યાં હાજર લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને અફરાતફરી મચી જવા પામી હતી.
https://youtu.be/2uw5T8QgrIc
હાજર લોકોએ આ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે અલગ અલગ ટીમ બનાવી તાપી નદીમાં પડેલા બાળકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તાપી નદીમાં પાણીનું વહેણ વધુ હોય બાળકની ૩ કલાકની શોધખોળ બાદ પણ કોઈ ભાળ મળી ન હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયે પરિવારમાં બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું .
ઘણી વખત સેલ્ફી અને ફોટાના ચકકરમાં લોકો એટલા મશગુલ થઇ જાય છે કે તેઓ જિંદગીને જોખમમાં મૂકી દે છે અને આવી જ ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટના લોકો માટે એક લાલબતી સમાન કિસ્સો છે.
- સુરતમાં ફોટો લેતી વખતે 12 વર્ષીય બાળક અચાનક તાપી નદીમાં પડી જતા મોત નીપજ્યું
- મક્કાઈ પુલ પર પિતા પોતાના જ પુત્રને બ્રીજની પાળી પર બેસાડી ફોટો પાડી રહ્યા હતા
- બનાવની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી બાળકની શોધખોળ હાથ ધરી હતી
- પાણીનું વહેણ વધુ હોવાથી અંદાજીત ૩ કલાકની શોધખોળ બાદ પણ બાળકની કોઈ ભાળ મળી નથી