શુક્રવારે સવારે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના MCP પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા વેળા પ્રેશર વધી જતાં ઘટેલી ઘટના
કલેકટર, DSP સહિતના અધિકારીઓ પણ ઘટનાને પગલે સ્થળ પર દોડી આવ્યા
8 થી વધુ ફાયર ટેન્ડરોએ ભારે જહેમતે 1 કલાકે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો
WatchGujarat. અંકલેશ્વરની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ UPL-1 કંપનીમાં શુક્રવારે પ્રોસેસિંગ પ્રક્રિયા દરમિયાન MCP પ્લાન્ટમાં પ્રેશર વધી જતાં ધડાકાભેર આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટનાને લઈ દોડધામ મચી જવા સાથે જિલ્લા કલેકટર, SP સહિત ઉચ્ચ અધિકારીઓ, 8 ફાયર ફાઈટરો, GPCB, DPMC, ઇન્ડસ્ટ્રીયલ સેફટી સહિતની ટીમ સ્થળ પર દોડી આવી હતી. ઘટનામાં 6 કામદારો દાઝી ગયા હતા. જે પૈકી 2 કામદારોની હાલત ગંભીર હોવાની માહિતી બહાર આવી છે.
https://youtu.be/rRPzDKAvM7c
અંકલેશ્વર GIDC માં NH 48 ને અડીને આવેલી UPL-1 કંપનીમાં સવારે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા કંપનીમાં અફરાતફરી મચી ગઇ હતી. આગને પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પાડ્યા હતા. કંપની સત્તાધીશોએ તાત્કાલિક અંકલેશ્વર DPMC ફાયર વિભાગના જાણ કરતા 8 થી વધુ ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા. સતત પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લેવાયો હયો. આ આગની ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 6 જેટલા કામદારોને ઈજાઓ પહોંચતા તેઓને 108 ની મદદ વડે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ, પ્રાંત અધિકારી નૈતીકા પટેલ સહિતના અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને ઘાયલ કામદારોને ઉત્તમ સારવાર આપવામાં આવે તે માટે તબીબોની ટીમને કામે લગાડી હતી. તબીબોના નિર્ણય બાદ ગંભીર રીતે ઇજા પામનાર કામદારોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં એરલિફ્ટ કરવાની તૈયારી બતાવી હતી. આગની ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા યુનિટ ખાલી કરાવી દીધું હોવાની વિગત સાંપડી છે. આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે યુનિટ-1માં પ્રોસેસિંગની કામગીરી દરમિયાન બ્લાસ્ટ સાથે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.
ભીષણ આગમાં પ્લાન્ટમાં કૂલિંગની પ્રક્રિયા થોડા કલાકો સુધી ચાલુ રાખવામાં આવી હતી. છઆખરે આગની ઘટનાના ત્રણ કલાક બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્ર હેઠળ હોવાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે જાહેર કરતા સ્થાનિકો અને વહીવટી તંત્ર બંનેએ રાહતનો દમ લીધો હતો.
સવારે 7 વાગ્યાના અરસા UPL યુનિટ 1 માં પ્રેસર ટેન્કમાં તાપમાન વધી જવાના કારણે તેમાં ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. બનાવ સંદર્ભે પોલીસ ઉપરાંત જીપીસીબી અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ સ્વતંત્ર તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ આગ લાગવાનું કારણ અને ઘટના પાછળના પરિબળોની તપાસ કરી રહ્યા છે. ડિઝાસ્ટર મેન્જમેન્ટ સેન્ટરના મેનેજર મનોજ કોટડીયાએ જણાવ્યું હતું કે, પ્લાન્ટમાં આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે. હાલ આગના કારણે ચિંતાની કોઈ સ્થિતિ નજરે પડી રહી નથી.
ઘટનામાં દાઝી ગયેલા 6 કામદારો
અંબાલાલ પટેલ
રવિન્દ્ર યાદવ
ગિરવત ગોહિલ
અશ્વિન મોદી
ગજીલ હાલા
શ્યામ ચરણ તિવારી
સ્થાનિકોમાં પણ ધુમાડાના ગોટે ગોટાને લઈ ચિંતા પ્રસરી હતી
અંકલેશ્વર GIDCની યુપીએલ કંપનીમાં આગની ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા સર્જી હતી. એક તરફ આગ બુઝાવવા ફાયર ફાઇટિંગ ટીમ માટે પડકાર સમાન હતો. બીજી તરફ આગના ધુમાડા કંપની નજીક આવેલ રહેણાંક વિસ્તારને ઢાંકી દેતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા. ભયભીત બનેલા સ્થાનિકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. લોકો મોં ઉપર માસ્ક બાંધી તંત્રના આદેશનો ઇંતેજાર કરતા નજરે પડ્યા હતા.
આગ લાગવાના કારણની તપાસ ચાલુ, તપાસ એજન્સીઓને તમામ સહાય કરીશું : UPL
અમારા અંકલેશ્વર યુનિટમાં સ્થિત એક પ્લાન્ટમાં આગની દુર્ઘટના આજે સવારે આશરે 7 વાગે ઘટી હતી. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે. અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે સ્થાનિક ફાયર બ્રિગેડની મદદ સાથે આગને નિયંત્રણમાં લાવી દીધી છે. સાઇટ પર 6 લોકો હતા, જેમને ઇજાઓ થઈ છે. તેમાંથી એકને પ્લાન્ટમાં ઓપીડી સારવાર આપવામાં આવી હતી અને 5 લોકો સારવાર મેળવી રહ્યાં છે. કાયદાનું પાલન કરતી કંપની તરીકે અમે આ સંબંધમાં તપાસ કરતી પ્રસ્તુત ઓથોરિટીજને તમામ સહાય કરીશું. અમે સ્થાનિક વહીવટીતંત્ર, આસપાસના ઉદ્યોગો અને સમયસર સાથસહકાર આપવા બદલ ફાયર બ્રિગેડના આભારી છીએ.