• આણંદના વિદ્યાનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • જન્મ દિવસની ઉજવણી બાદ કેક ગરીબોને આપી દેવા જેવી બાબતમાં વિદ્યાર્થીઓ બાખડ્યાં
  • વિદ્યાનગર પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

WatchGujarat. આંણદ વિદ્યાનગરમાં બર્થડે કેક ગરીબોમાં આપવા મામલે બે વિદ્યાર્થીઓમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતાં મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પોલીસે ચાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો છે.

કરમસદની પુનીત પુરૂષોત્તમ પાર્ક સોસાયટીમાં રહેતો મીહીર ઘનશ્યામભાઈ પટેલે કૃણાલ ચૌહાણ, યશ બારોટ, ભાવેશ ભરવાડ અને ગોપાલ ભરવાડ સામે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મીહીર પટેલ બીજેવીએમ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે. આ દરમિયાન 22મી ડિસેમ્બરના રોજ મીહીરના મિત્ર ચીરાગ રાવળનો જન્મદિવસ હોવાથી બધા મિત્રો ભેગા મળી ઉજવણી કરી રહ્યા હતાં. આ ઉજવણી વખતે વધેલી કેકનો બગાડ કરવાના બદલે તેને ગરીબ બાળકોને આપવા મીહીર પટેલે મિત્રોને સલાહ આપી હતી. પરંતુ ત્યાં હાજર મયુર મહીડાએ વિરોધ કરતાં મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી.

બર્થડેની ઉજવણીમાં બોલાચાલી થયા બાદ તે સમયે મામલો થાળે પડ્યો હતો. ઉજવણી બાદ મીહીર પટેલ પોતાના ઘરે પરત ફર્યો હતો. જે બાદ આરોપીઓ કૃણાલ ચૌહાણ, યશ બારોટ, ભાવેશ ભરવાડ અવાર નવાર ફોન કરી સમાધાન કરવા દબાણ કરતાં હતાં. પરંતુ મીહીરે સમાધાન કરવા મનાઈ કરી હતી. આ પછી 24 ડિસેમ્બરના રોજ સાંજના સમયે આરોપી કૃણાલના ભાઈ કૃષ્ણનો મીહીર પર ફોન આવ્યો હતો, અને મીહીરને ઝઘડાનું સમાધાન કરવા માટે વિદ્યાનગર ટર્મીનલ ચોકડી પાસે આવવા જણાવ્યું હતું.

કૃષ્ણ ચૌહાણનો ફોન આવ્યા બાદ મીહીર તેના ભાઈ સાથે ટર્મીનલ ચોકડી પાસે આવ્યાં હતાં. આ દરમિયાન અહીં કૃણાલ ચૌહાણ, યશ બારોટ, ભાવેશ ભરવાડ તથા ગોપાલ ભરવાડ હાજર હતા. આ ચારેય આરોપી મીહીર સાથે સમાધાનની વાત કરતા હતા. પરંતુ મીહીરે સમાધાનની ના પાડતાં ચારેય આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ભાવેશ ભરવાડે લાકડાનો દંડાથી ફરિયાદી પર હુમલો કર્યો હતો. ભાવેશ ભરવાડે હુમલો કરતાં બાકીના ત્રણેયે મળીને મીહીર પટેલને ગડદાપાટુનો મારમારવા લાગ્યાં હતાં. નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ આ મામલો આખરે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં મીહીર પટેલે કૃણાલ, યશ બારોટ, ભાવેશ ભરવાડ અને ગોપાલ ભરવાડ સામે ફરિયાદ આપતા વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud