• સૌપ્રથમ વખત શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવી ઘટના સામે આવી
  • 61 વર્ષીય બ્રેનડેડ વૃદ્ધની કિડની 21 વર્ષના ગ્રેજ્યુએટ યુવકને સમયસર મળી જતાં તેને નવજીવન મળ્યું
  • બી.ટી. સવાણી હોસ્પિટલથી ગ્રીનકોરીડોર મારફત એક કિડની – લીવર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ રવાના કરાયું
  • બન્ને આંખો અને પ્રથમવાર ચામડી (સ્કીનદાન) પણ કરાયું
WatchGujarat. શહેરમાં સૌપ્રથમ વખત શરીરના લગભગ તમામ અંગોનું દાન થયું હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં 61 વર્ષીય બ્રેનડેડ વૃદ્ધની કિડની 21 વર્ષના ગ્રેજ્યુએટ યુવકને સમયસર મળી જતાં તેને નવજીવન મળ્યું જ છે. સાથોસાથ બી.ટી. સવાણી હોસ્પિટલથી ગ્રીનકોરીડોર મારફત એક કિડની – લીવર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ રવાના કરાયું હતું. આ ઉપરાંત બન્ને આંખો અને પ્રથમવાર ચામડી (સ્કીનદાન) પણ કરાયું હતું.
સૌપ્રથમ વખત શરીરના લગભગ તમામ અંગોનું દાન
આ અંગે અંગદાન માટે જાગૃતતા લાવવાનું ઉમદા કાર્ય કરતાં દિવ્યેશ વિરોજાએ કહ્યું હતું કે, 29 ડિસેમ્બરના રોજ શહેરના રૂગનાથ સંતોકી નામના વૃદ્ધને બ્રેનસ્ટ્રોક આવતાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. જોકે તે સફળ નહીં નિવડતા અને મગજમાં સોજો વધતો જતો હોવાને કારણે બ્રેનડેડ જાહેર થયા હતા. બાદમાં હોસ્પિટલ દ્વારા અમારો સંપર્ક કરવામાં આવતાં અમે બ્રેઇનડેડ રૂગનાથભાઇના પરિજવારનોને અંગદાન વિશે સમજણ આપતા પરિવાર આ માટે તૈયાર થયો હતો.

61 વર્ષીય બ્રેનડેડ વૃદ્ધની કિડની 21 વર્ષના ગ્રેજ્યુએટ યુવકને સમયસર મળી જતાં તેને નવજીવન મળ્યું

ત્યારબાદ બ્રેઇનડેડ રૂગનાથભાઈને બી.ટી.સવાણી હોસ્પિટલે ખસેડી જરૂરી રિપોર્ટ કરાયા બાદ તેમની કિડની, લિવર, આંખો, સ્કીન સહિતનું દાન કરી શકાય તેમ હોવાથી અમે તુરંત જ ટ્રાન્સપ્લાન્ટની તૈયારી શરૂ કરી હતી. દરમિયાન આ પછી બી.ટી. સવાણીમાં જ ડાયાલિસિસ કરાવવા આવતા 21 વર્ષીય યુવક કે જે ગ્રેજ્યુએટ થયા બાદ આગળનો અભ્યાસ કરી રહ્યો છે તેને કિડનીનું દાન આપવાનો નિર્ણય લેવાયો હતો. અને નિષ્ણાત યુરોલોજીસ્ટ ડો.વિવેક જોષી સહિતનાની ટીમ દ્વારા ક્ષણભરનો વિલંબ કર્યા વગર રૂગનાથભાઈની કિડની યુવકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવી હતી જે સફળ નિવડી છે.
ગ્રીનકોરીડોર મારફત એક કિડની – લીવર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ રવાના કરાયું
આ ઉપરાંત અન્ય અંગો જેમાં એક કિડની અને લીવર અમદાવાદની ઝાયડસ કેડિલા હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર મારફત રવાના કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક બ્રાંચના એસીપી વી.આર. મલહોત્રા અને તેની ટીમે બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટની ભગોળે બામણબોર સુધી ગ્રીન કોરીડોર ઉભો કરી સ્પેશિયલ પાઈલોટિંગ સાથે કોઈ પણ પ્રકારના અવરોધ વગર રાજકોટની હદ સુધી આ બંને ઓર્ગન પહોંચતા કરવા માટે મદદ કરી હતી. જ્યારે બન્ને આંખો અને સૌપ્રથમ સ્કીન પણ આઇ અને સ્કીન બેન્કમાં જમા કરાવવામાં આવ્યા છે. આજના આ એક વૃદ્ધના ઓર્ગન ડોનેટથી અનેક લોકોને નવજીવન મળ્યું છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud