મૂળ વડોદરાના શ્રીરામ ડિસિંગ વર્ક્સના માલિકને કુલ ₹61 લાખના મશીન માટે આરોપીઓએ તુર્કીની મુસાફરી પણ કરાવી વિશ્વાસમાં લીધા હતા
પૈસા પરત મેળવવામાં ઉદ્યોગપતિ કોરોનાની ચપેટમાં પણ આવ્યો
watchguujarat.મૂળ વડોદરાના અને છેલ્લા 15 વર્ષથી અંકલેશ્વરમાં શ્રીરામ ડિસિંગ ફેબ્રિકેશનના નામે વ્યવસાય કરતા ઉદ્યોગપતિ સાથે કોરોનનાં 2 વર્ષમાં ₹61 લાખનું વેસલ્સ ડિસ માટેનું બેન્ડિંગ મશીન અપાવવાના નામે પુણે અને અમદાવાદના 2 ભેજબાજોએ ₹27 લાખ ખંખેરી લીધા છે. મશીન આપવાની તો દુરની વાત પણ આપેલો ચેક પણ સ્ટોપપેમેન્ટ કરાવતા અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અંકલેશ્વર GIDC આવેલી શ્રી રામ ડિસિંગ વર્કસ કંપનીના માલિકે મંગાવેલ બેન્ડિંગ મશીન નહીં મોકલી 2 ગઠિયાઓ રૂપિયા 27 લાખની છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. બે વર્ષમાં ઉદ્યોગપતિને ન તો મશીન મળ્યું ઉપરાંત તુર્કીનો પ્રવાસ કરતા કોરોના પોઝિટિવની ભેટ મળી હતી. અને લાખો રૂપિયા ભેજાબાજોએ ચાઉં કરી લીધા છે.
અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલા સ્વસ્તિક પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશ બચુભાઇ લુહાર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલી મેઘમણી ચોકડી સ્થિત શ્રીરામ ડિસિંગ વર્કસમાં ફેબ્રિકેશન અને એન્જીનીરિંગનો વ્યવસાય કરે છે. જેઓએ 2 વર્ષ પહેલાં પ્રોડક્શન વધારવા માટે બેન્ડિંગ મશીનની શોધમાં હતા. તેઓના પરિચિત અમદાવાદના ચાંદખેડાની શરણમ રેસિડેન્સીમાં રહેતા કુલદીપ જગતસિંગ સિંઘએ દિગમ્બર આત્મારામ રાણે સાથે સંપર્ક કરાવ્યો હતો.
જેઓએ તેઓને ડિલ પેટે પ્રથમ ચાર લાખ અને ત્યારબાદ અલગ અલગ રીતે મળી કુલ 27 લાખ રૂપિયા માંગ્યા હતા. અને જે બાદ કુલદીપ જગતસિંગ સિંઘએ દિગમ્બર આત્મારામ રાણેને મશીન અંગે પૂછપરછ કરતા તેઓ ઉડાઉ જવાબ આપતા હતા. ત્યારે કંપનીના માલિક સુરેશ લુહારે તેઓ પાસે રૂપિયા પરત માંગતા તેઓ ફોન પર અપશબ્દો ઉચ્ચારી તેઓને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે તેઓ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા કંપનીના માલિકે બંને ઠગ વિરુદ્ધ GIDC પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
- મૂળ વડોદરાના શ્રીરામ ડિસિંગ વર્ક્સના માલિકને કુલ ₹61 લાખના મશીન માટે આરોપીઓએ તુર્કીની મુસાફરી પણ કરાવી વિશ્વાસમાં લીધા હતા
- પૈસા પરત મેળવવામાં ઉદ્યોગપતિ કોરોનાની ચપેટમાં પણ આવ્યો