DEO ઓફીસમાં જ 3 કરોડથી વધુનું કૌભાંડ
ગાંધીનગરની ટીમે તપાસ આદરી
ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા
WatchGujarat. દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. અહીં હજારો કે લાખો નહીં પરંતુ 3 કરોડથી વધુનું કૌભાંડ સામે આવ્યું છે. જેના પડઘા ગાંઘીનગરમાં પડ્યા છે. અને ગાંધીનગરની ટીમે આ મામલે તપાસ હાથ ઘરી છે.
દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં GPF ફંડની રકમના ઉપાડમાં 3 કરોડથી વધુનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. ગાંધીનગર સ્પેશિયલ ઓડિટની ટીમે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી. પ્રારંભિક તપાસમાં દોઢસો જેટલા શિક્ષકોના દસ્તાવેજોની ચકાસણીમાં 3 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે ગાંધીનગરની ટીમે ઓડિટ કર્યું ત્યારે ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા સામે આવી છે. ઝીણવટ ભરી તપાસ કરતા સિલક અને વ્યાજની રકમમાં પણ તફાવત હોવાનું સામે આવ્યું છે. માટે આ મામલામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઇ છે.
આ અંગે દાહોદના હાલના જિલ્લા શિક્ષણાધિકારી કે.જી. દવે એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કમર્ચારીઓના અંશતઃ ઉપાડ અને આખરી ઉપાડની કામગીરી કરાવતા પહેલા પ્રિ-ઓડીટ સંદર્ભેની નિયમિત કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન વર્ષ 2006-07 થી 2018-19 દરમિયાન હિસાબોમાં કેટલાક પ્રકારની અનિયમિતતાઓ જોવા મળી છે. જે અંતર્ગત 3 કરોડથી વધું કૌભાંડ થયુ હોવાનું સામે આવ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરની ટીમ દ્વારા ઓડીટ કરતાં આ ગેરરીતી સામે આવી છે. DEO ઓફીસમાં જ આટલું મોટું કૌભાંડ થતા ચકચાર મચી છે.
- DEO ઓફીસમાં જ 3 કરોડથી વધુનું કૌભાંડ
- ગાંધીનગરની ટીમે તપાસ આદરી
- ઈશ્યુ કરાયેલા ચેક અને ટ્રેઝરી પાસબુકની એન્ટ્રીમાં કેટલીક અનિયમિતતા