ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ છે
દિવાળીના તહેવારમાં સાંતેજની બાળકી સાથે વિજય ઠાકોરે દુષ્કર્મ આચર્યુ હતું
15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી
દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી
WatchGujarat. નવા વર્ષના દિવસે સાંતેજમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાના કેસમાં મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી વિજય ઠાકોરને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં જે મામલે ઝડપથી કાર્યવાહી થઈ અને આજે એક મહિના કરતા ઓછા સમયમાં આરોપીને સજા મળી ગઈ છે. દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી છે. આવી જ કામગીરી અગાઉ સુરતમાં દુષ્કર્મના કેસમાં થઈ હતી. માત્ર 29 જ દિવસમાં બાળકીના આરોપીને ન્યાય મળ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી ઓછા દિવસમાં ચુકાદો આપનાર કેસ છે. દિવાળીના તહેવારમાં સાંતેજની બાળકી સાથે વિજય ઠાકોરે દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસનો ઝડપથી ઉકેલ લાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આદેશ આપ્યા હતા. ત્યારે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં 60 વધુ સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાનાં 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. અને 66 પાનાની દલીલો પણ રજૂ કરી હતી.
કઈ રીતે બની હતી ઘટના?
વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરુ નાળામાં લઈ ગયો હતો. અને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જેનાં કારણે બાળકી રડવા લાગી હતી. અને ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. જે અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. અને બાળકીનું બી. જે મેડિકલ કોલેજ ખાતે પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં વીર્યના અવશેષો મળ્યા હતા. ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા.
આરોપીના રિમાન્ડ દરમ્યાન તેણે બાળકીના વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે એફએસએલની ટીમ, પંચો તેમજ વિડિઓ રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીના કપડાં કબ્જે લીધા હતા. ત્યારે વિજયને લઈને પોલીસ તેના ઘરે ગઈ હતી. એ સમયે કબાટમાં ઘણા કપડાં હતા. પરંતુ બળાત્કાર - હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યા હતા તેની સાચી હકીકત જણાવતો ન હતો. જેથી પોલીસે તેના બધા કપડાં કબ્જે લઈ FSL માં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યનાં તેમજ બાળકીના રુધિરના અવશેષો મળ્યા હતા. જેનું DNA પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલ વીર્યનાં અવશેષો સાથે મેચ થઈ ગયા હતા.