• ગાંધીનગર જિલ્લા પંચાયતના પહેલા માળે અચાનક લાગ લાગી
  • ઓફીસ ટાઇમ પહેલા આગતા સરકાર અને વહિવટી તંત્ર મહત્વના દસ્તાવેજો બળીને ખાખ
  • ફાયર બ્રીગેડને જાણ થતાં લાશ્કરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

WatchGujarat. ગાંધીનગર જિલ્લા પંચાયતની ઇમારાતના પહેલા માળે આજે સવારે અચાનક આગ લાગી હતી. ઓફીસ ટાઇમ પહેલા આગ લાગી હોવાથી ભીષણ આગમાં તમામ મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા લાશ્કરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. પરંતુ ઓફીસમાં લાકડાનો સામાન વધુ હોવાથી સામાન્ય આગે વિક્રાળ સ્વરૂપ ઘારણ કરી લીધું હતુ. જેના કારણે સરકાર અને વહિવટી તંત્રના મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરીએ કર્મચારીઓ કામ પર પહોંચી તે પહેલાજ ઇમારાતના પહેલા માળે અચાનક લાગી હતી. જોત જોતામાં આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતુ. દરમિયાન સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રીગેડને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાંની સાથે જ ફાયર બ્રીગેડના લાશ્કરો સ્થળ પર તાત્કાલીક આવી પહોંચ્યાં હતા. જ્યાં આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવવામાં આવી હતો.

ફાયર બ્રીગેડના લાશ્કરોની ભારે જહેમત બાદ ભીષણ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ જિલ્લા પંચાયતની ઓફીસમાં રહેલા સરકાર અને વહિવટી તંત્રના મહત્વના દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લા પંચાયતની આખી ઇમારતમાં ખુલ્લા વાયર છે. ખુલ્લા વાયરિંગને લઇને અગાઉ પણ સ્ટાફ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જિલ્લા પંચાયતના પહેલા માળે લાગેલી આગ ખુલ્લા વાયરોના કારણે લાગી હોવાનુ માનવામાં આવી રહ્યું છે. પરંતુ આગ કંઇ રીતે લાગી તે અંગે તંત્ર દ્વારા હજી સુધી ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud