• પાણીની ટાંકીની ઉપર ગાબડું પડ્યાનો ડ્રોન વિડીયો આવ્યો સામે
  • તંત્ર દ્વારા સમય સૂચકતા દાખવીને પગલાં લેવા જરૂરી
  • શહેરને પાણી પૂરુ પાડતી ટાંકી ઉપરથી ખુલ્લી

WatchGujarat.મોટા શહેરોમાં તંત્રની પોલ ખુલતા અનેક ઉદાહરણ અવાર-નવાર જોવા મળતા હોય છે. રોડ રસ્તાથી લઇને ગટરની સમસ્યાઓમાં તંત્રની બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે ભાવનગરમાં તંત્રની એવી પોલ ખુલી છે કે જાહેર માર્ગ પર રોજના સેંકડો લોકો ભયની ઓથાર નીચેથી પસાર થઇ રહ્યા છે. જી. હા. ભાવનગરના કાળિયાબીડ રોડ પર આવેલી પાણીની ટાંકીમાં ઉપરના ભાવે એટલુ મોટુ ગાબડુ પડ્યુ છે કે જાણે ઉપર કૂવો હોય.

મળતી માહિતી મુજબ ભાવનગરના કાળિયાબીડ રોડ પર આવેલી પાણીની ટાંકી ઉપર ગાબડું પડેલુ છે તેનો વિડીયો સામે આવ્યો છે. શહેરને પાણી પૂરુ પાડતી ટાંકી ઉપરથી ખુલ્લી છે. આ ટાંકી એટલી જર્જરીત થઇ ગઇ છે કે ઉપરથી મોટુ ગાબડુ પડી ગયુ છે. જર્જરીત ટાંકીનું સમારકામ કરવાનો તંત્ર પાસે સમય નથી. આટલી જર્જરીત થઇ ગઇ છતાં પણ તંત્ર ઉંઘમાં જ છે. મહત્વની વાત એ છે કે અહીંથી રોડ પરથી રોજના અનેક લોકો પસાર થાય છે. જો તંત્ર દ્વારા સમય સૂચકતા દાખવીને પગલાં લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા વિભાગની પણ ઉદાસીનતા અહીં નજરે પડે છે. આવી જર્જરીત ટાંકીને ઉપયોગમાં લઇ તો રહ્યા છે પરંતુ ઉપર પડેલુ ગાંબડાથી અજાણ છે કે પછી સમારકામ કરાવવા માટે નિષ્ક્રિય છે. બીજો સવાલ એ પણ ઉભો થાય છે કે જે તે સમયે ટાંકીના બાંધકામ વખતે ધ્યાન આપવામાં નહીં આવતા ટાંકીની હાલ આવી થઇ છે. જો તંત્ર દ્વારા સમયસૂચકતા દાખવી સમારકામ કરાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ટાંકીની હાલત વધુ ખરાબ બનશે.

Facebook Comments Box

Videos

Our Partners