સાસણ ગીરનાં જંગલમાંથી એક કાગડો-ચાર એશિયાટીક સિંહનો વિડીયો વાયરલ
જંગલના રાજાની સાથે ગમ્મત કરતો કાગડો કોળિયો બની ગયો
અન્ય કાગડાઓ કાંવ-કાંવ કરતાં જ રહી ગયા
WatchGujarat. હાલ શિયાળાની ઋતુમાં સવારની ગુલામી ઠંડી માણવા માટે જંગલી પશુ-પક્ષીઓ બહાર નિકળતા હોય છે. આ સાથે દિવાળીનાં તહેવારમાં લોકો જંગલમાં ફરવા જવાનું પસંદ કરે છે. હાલ કોરોનાકાળમાં સાસણ ગીરનાં જંગલો બંધ હતા પરંતુ હવે પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકાયા હોવાથી પ્રાણીઓ ગમ્મત કરતા જોવા મળતા હોય છે. જંગલમાં કેદ આ પ્રાણીઓની મસ્તી ક્યારે મોબાઇલ કેમેરામાં કેદ થઇ જતી હોય છે. ત્યારે સાસણ ગીરનાં જંગલમાંથી મોબાઇલમાં કેદ થયેલો આ વિડીયો ભારે વાયરલ થયો છે.
https://youtu.be/7MAFi35wHgA
આપણે જંગલમાં અથવા તો રસ્તા ઉપર પ્રાણીઓના અજીબો ગરીબ વિડીયો જોતા હોઇએ છીએ. અચાનક જ આવી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જતી હોય છે. ત્યારે આવી જ એક સાસણ ગીરનાં જંગલોની ઘટના સામે છે.
આ વિડીયોમાં એક પાણીનાં ઝરણાં પાસે પહેલા તો એક કાગડો અને જંગલનો રાજા ખુશનુમાં વાતાવરણનો આનંદ લઇ રહ્યા છે. જાણે કે જંગલનો રાજા કાગડા સાથે ગમ્મત કરતો હોય તેવુ લાગે છે. અચાનક જ બીજા એશિયાટીક સિંહ આવી જાય છે અને કાગડો આગળ ચાલવા લાગે છે..અરે..કાગડાને ક્યાં ખબર છે કે આ તો જંગલનો રાજા છે. ક્ષણવારમાં જ સિંહ કાગડાને મોંઢામાં પોતાનો કોળિયો બનાવી લે છે. ફટાફટ ચાલતો કાગડો સિંહના મોંઢામાં કોળિયો બનતા જોઇને આજુ-બાજુનાં કાગળાઓ કાંવ-કાંવ કરતા જ રહી ગયા અને જંગલનો રાજા કાગડાને ઉપાડીને જતો રહ્યો.