• ગુજરાતનો કોઈ પણ ખેડૂત સ્માર્ટફોન ખરીદશે તો રાજ્ય સરકાર સહાય ચૂકવશે
  • આ યોજનાનો લાભ એક ખેડૂત ખાતેદાર ફક્ત એક જ વખત લઇ શકશે
  • એક સ્માર્ટફોનની ખરીદી પર મહત્તમ 1500 રૂ. નું વળતર સરકાર ચૂકવશે
  • વરસાદની આગાહી,ખેડૂત ઉપયોગી જાહેરાત તેમજ નવીનતમ માહિતી મળે તે માટે સ્માર્ટફોન ખરીદીમાં સરકાર સહાય કરશે

WatchGujarat.ટેકનોલોજીનાં યુગમાં કોઇ પણ જગ્યાએ કામ ઝડપી અને સરળ બનાવવાનાં પ્રયાસમાં લાગેલી સરકાર ખેડૂતો માટે વધુ એક સરાહનીય સહાય લઇને આવી છે. હવે સ્માર્ટફોનની ખરીદી કરતા ખેડૂતોને સરકાર સહાય કરશે. વરસાદની આગાહી,ખેડૂત ઉપયોગી જાહેરાત તેમજ નવીનતમ માહિતી મળે તે માટે સ્માર્ટફોન ખરીદીમાં સરકાર સહાય કરશે.રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકનોલોજીથી અવગત કરવા માટે પ્રોત્સાહિત યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ અંગે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિપત્ર મુજબ ગુજરાતનો કોઈ પણ ખેડૂત સ્માર્ટફોન ખરીદશે તો તેના માટે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.

બિયારણ,ખાતર,હવામાન વિભાગની આગાહી, સરકારી યોજનાઓ, ઉત્પાદનના ભાવો જેવી માહિતી ખેડૂતોને મોબાઈલ માં જ મળી રહે તે માટે રાજ્યના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે 20 નવેમ્બરે રોજ મહત્વની જાહેરાત કરી છે. જે જાહેરાત પ્રમાણે સ્માર્ટફોનની ખરીદી પર ખેડૂત ખાતેદારને GST સાથેના બિલ પર 10% સહાય અથવા 1500 રૂ. બંને માંથી જે ઓછું હોય તે, સરકાર ખેડૂતોને ચુકવશે.આ યોજનાનો લાભ એક ખેડૂત ખાતેદાર ફક્ત એક જ વખત લઇ શકશે જ્યારે સંયુક્ત ખાતા કિસ્સામાં ખેડૂતોને 8અ માં શામેલ ખેડૂતો પૈકી ફક્ત એક વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે.

આ રીતે મળશે સહાય..

આ લાભ મેળવવા માટે 8-અ પત્રકમાં નામ ધરાવતા ખેડૂત ખાતેદારે અરજી કરવાની રહેશે. જે અરજીની 15 દિવસમાં વિસ્તરણ અધિકારી(ખેતી),તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા મંજુર કરવામાં આવશે અને ત્યાર બાદ મંજૂરી મળ્યાં બાદ સ્માર્ટ ફોનની ખરીદી ખેડૂત કરી શકશે.
ખેડૂતે આ લાભ લેવા માટે i-khedut પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે ની અરજી કરવાની રહેશે જે અરજી મંજુર કરીને ખેડૂતને SMS કે ટપાલ દ્વારા જણાવવામાં આવશે. જે બાદ નિયત સહાય મેડળવા માટે મંજૂરીના 15 દિવસમાં ખેડૂતે મોબાઈલ ફોન ખરીદી GSTસાથેનું બિલ,મોબાઈલ નો IMEI નંબર ,8-અ ની નકલ,કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલ સહિતના પુરાવા ગ્રામસેવક ને આપવાના રહેશે. જીલ્લા પ્રમાણે ખેડૂતો દ્વારા આપવામાં આવેલો અરજીઓ નોડલ એજન્સી ગુજરાત રાજ્ય બીજ નિગમમાં પહોંચ્યા બાદ ખેડૂતોના બેંક ખાતામાં RTGSદ્વારા સહાય જમા કરવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud