કોરોનાની ગાઇડલાઇન પ્રામણે અલગ અલગ જગ્યાએ એક સમયે એક સાથે બેઠક યોજાશે
20 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં કુલ 579 મડંળોમાં એક સાથે ઐતિહાસીક બેઠક યોજાશે
બેઠકમાં આશરે 40 હજારથી વધુ કાર્યકરતાઓ ભાગ લેશે
બેઠકમાં આવનાર વિધાનસભાની (Assembly Election 2022) ચૂંટણીને લઇ મહત્વનુ માર્ગદર્શન અપાશે
WatchGujarat. ગુજરાતમાં આવનાર 2022ની વિધાનસભા ચૂંટણીને લઇ કાઉન્ટ ડાઉન્ટ શરૂ થયું છે. જેને લઇને આવતીકાલે તારીખ 20 જાન્યુઆરી 2022 ના રોજ ભાજપ દ્વારા રાજયભરમાં કુલ 579 મંડળોમાં એક સાથે ઐતિહાસીક બેઠક યોજાશે. ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, સાંસદઓ, નગરપાલિકા/જીલ્લા પંચાયતના પ્રમુખો/ સભ્યોના વિશેષ માર્ગદર્શન હેઠળ આ બેઠક બપોરે 12.15 કલાકે શરૂ થશે અને આશરે બે કલાક સુધી ચાલશે. આ બેઠકમાં કુલ અલગ અલગ જગ્યાએ અંદાજીત 40 હજારથી વધુ કાર્યકર્તાઓ ભાગ લેશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌ પ્રથમ વખત એક સાથે આ બેઠક ગુજરાત પ્રદેશમાં યોજાનાર છે.
આવનાર ગુજરાત વિઘાનસભામાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતમાં 182 બેઠકો જીતવા જે પેજ સમિતિ નું શસ્ત્ર આપ્યુ છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. પેજ સમિતિને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરવામાં આવશે તેમજ બાકી રહેલ પેજ સમિતિને ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા કરાયેલા વિવિધ વિકાસના કામો, પ્રજાલક્ષી યોજનાઓ કેવી રીતે જન જન સુધી પહોંચાડવી. આગામી વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.સંગઠનને વધુ મજબૂત કેવી રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે સાથે સંગઠાનત્મક ચર્ચા કરવામાં આવશે. કોરોનાની સંપુર્ણ ગાઇડલાઇન સાથે ગુજરાતમાં એક સાથે એક સમયે 579 સ્થળો પર બેઠક યોજાશે.
આ બેઠકમાં ગુજરાતના લોકલાડિલા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે વિકાસની રાજનીતી શરૂ કરી છે અને જે રીતે ન માત્ર દેશમાં પણ વિશ્વ લેવલે ગુજરાત મોડલને રજૂ કર્યુ છે ત્યારથી લઇ હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલેના નેતૃત્વમાં ગુજરાત કઇ રીતે વિકાસની હરણફાણ ભરી રહ્યુ છે તેમજ કોરોના જેવી વૈશ્વીક મહામારીમાં ભારતને અડીખમ રાખનાર અને આત્મનિર્ભર ભારતની સાથે નવા ભારતની ઓળખ જે રીતે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરી છે તે માહિતી પ્રજા સમક્ષ કેવી રીતે લઇ જવી તે અંગે કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.
- કોરોનાની ગાઇડલાઇન પ્રામણે અલગ અલગ જગ્યાએ એક સમયે એક સાથે બેઠક યોજાશે
- 20 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં કુલ 579 મડંળોમાં એક સાથે ઐતિહાસીક બેઠક યોજાશે
- બેઠકમાં આશરે 40 હજારથી વધુ કાર્યકરતાઓ ભાગ લેશે
- બેઠકમાં આવનાર વિધાનસભાની (Assembly Election 2022) ચૂંટણીને લઇ મહત્વનુ માર્ગદર્શન અપાશે