આજે બપોરે શહેરમાં હચમચાવી નાખે તેવી ઘટના બની હતી.
કાર અનલોક હોવાથી બાળક કારનો દરવાજો ખોલી બેસી ગયો અને કાર લોક થઇ
અમદાવાદા. શહેરમાં એક કરૂણ ઘટના સામે આવી છે. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે નાના બાળકને લઇને માતા-પિતાની બેદરકારી કેટલી ખતરનાક સાબીત થાય છે કે એક બાળક તેની જાન ગુમાવી શકે છે. શહેરના એરપોર્ટ રોડ પર ઇસ્કોન બંગલોઝ પાસે પાર્ક કરેલી ગાડીમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી.
CCTV ફુટેજ સામે આવ્યા
CCTV ફુટેજ જોતા ખ્યાલ આવે છે કે બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો. ગુગળામણના કારણે તેનું મોત નિપજ્યું હતું. તેવું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક ગાડીનો દરવાજો ખોલી અંદર બેસે છે.
આ ઘટના સામે આવતા જ એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને બાળકની લાશ પીએમ માટે મોકલી છે.
માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ પરંતુ બાળક ઘરે ન હતો
ઘટના સામે આવતા જ તેના જાણ પોલીસને કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકોએ કારમાં એક બાળકને જોયો હતો. ઈન્દિરા બ્રિજ પાસે આવેલા સરણીયા વાસમાં રહેતો અજય સરાણીયા બપોરે 12 ની આસપાસ તેની માતા સાથે ગયો હતો. CCTV ફુટેજ જોતા ખ્યાલ આવે છે કે માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો અને અંદર બેસી ગયો. દરમ્યાનમાં કાર લોક થઈ હતા. અંદર ગૂંગળાઇ ગયો હતો. માતા જતા જતા પાછળ બાળક જોયો ન હતો. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે ન હતો. બાળકને શોધતી વખતે ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો અજય જોવા મળતા સમગ્ર ઘટના સામે આવી હતી.
[embed]https://youtu.be/qCL5SFiS9E4[/embed]
- આજે બપોરે શહેરમાં હચમચાવી નાખે તેવી ઘટના બની હતી.
- કાર અનલોક હોવાથી બાળક કારનો દરવાજો ખોલી બેસી ગયો અને કાર લોક થઇ
અમદાવાદા. શહેરમાં એક કરૂણ ઘટના સામે આવી છે. આ ઘટનાથી ખ્યાલ આવે છે કે નાના બાળકને લઇને માતા-પિતાની બેદરકારી કેટલી ખતરનાક સાબીત થાય છે કે એક બાળક તેની જાન ગુમાવી શકે છે. શહેરના એરપોર્ટ રોડ પર ઇસ્કોન બંગલોઝ પાસે પાર્ક કરેલી ગાડીમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી.
CCTV ફુટેજ સામે આવ્યા
CCTV ફુટેજ જોતા ખ્યાલ આવે છે કે બાળક રમતા રમતા ગાડીમાં બેસી ગયો હતો અને દરવાજો લોક થઈ જતા ગાડીમાં જ ફસાઈ ગયો હતો. ગુગળામણના કારણે તેનું મોત નિપજ્યું હતું. તેવું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બાળક ગાડીનો દરવાજો ખોલી અંદર બેસે છે.
આ ઘટના સામે આવતા જ એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને બાળકની લાશ પીએમ માટે મોકલી છે.
માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ પરંતુ બાળક ઘરે ન હતો
ઘટના સામે આવતા જ તેના જાણ પોલીસને કરવામાં આવતા એરપોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક લોકોએ કારમાં એક બાળકને જોયો હતો. ઈન્દિરા બ્રિજ પાસે આવેલા સરણીયા વાસમાં રહેતો અજય સરાણીયા બપોરે 12 ની આસપાસ તેની માતા સાથે ગયો હતો. CCTV ફુટેજ જોતા ખ્યાલ આવે છે કે માતા આગળ જતી રહી હતી અને બાળક પાછળ આવતું હતું. બાળક ગાડી જોતા જ ગાડી પાસે ગયો હતો અને દરવાજો ખોલતાં ખુલી ગયો હતો અને અંદર બેસી ગયો. દરમ્યાનમાં કાર લોક થઈ હતા. અંદર ગૂંગળાઇ ગયો હતો. માતા જતા જતા પાછળ બાળક જોયો ન હતો. જેથી માતા બાળકને શોધવા પાછી ઘરે ગઈ હતી. પરંતુ બાળક ઘરે ન હતો. બાળકને શોધતી વખતે ગાડીમાં લાલ કલરવાળા કપડાં પહેરેલો અજય જોવા મળતા સમગ્ર ઘટના સામે આવી હતી.
[embed]
[/embed]