PM આંગડિયા પેઢીમાંથી રોકડા ઉઠાવી વેપારી કારમાં ઘર તરફ જઈ રહ્યા હતા
અંકલેશ્વર પોલિસે નાકા બંધી કરી એક્ટિવા પર આવેલા 2 ગુજરાતી ભાષીઓની શોધખોળ આરંભી
અંકલેશ્વર. આંગડિયા પેઢીમાંથી રોકડા 3,00,000 રૂપિયા લઈ બેગ અર્ટિગા કારમાં મૂકી ઘર તરફ જઈ રહેલા ભંગારના વેપારીની કાર સાથે એક્ટિવા અથાડી 2 શખ્સો રોકડા ₹3 લાખની ચિલઝડપ કરી જતા અંકલેશ્વર પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે તમામ માર્ગો પર નાકાબંધી કરી બન્ને આરોપીને ઝડપી લેવા કવાયત આરંભી છે.
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે નૂર મસ્જિદ પાસે રહેતા વાહીદ હુસેન એહમદ હુસેન શેખ અંકલેશ્વર ખાતે નેશનલ હાઈવે પાસે આવેલ અમન માર્કેટમાં એસ વી સ્ક્રેપ નામની દુકાન ધરાવે છે. ભંગારના વેપારી શેખ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાંથી સોમવારે સમી સાંજે ઉપાડેલા 3 લાખ રૂપિયા પોતાની આર્ટિગ કારમાં આગળની સીટ પર બેગમાં મૂકી નીકળ્યા હતા. વાલિયા ચોકડી પાસે આવેલ રવિ કિરણ કોમ્પલેક્ષના ગેટ પાસે જ 2 એક્ટીવા ચાલકે વેપારીની કાર સાથે એક્ટિવા અથાડી અકસ્માત સર્જ્યો હતો.
કાર સાથે એક્ટિવા અથડાવી બન્ને આરોપી વેપારી સાથે બોલાચાલીમાં ઉતરી વેપારીનું ધ્યાન વાળવા સાથે લોકોને ભેગા કરી દીધા હતા. ગુજરાતી ભાષા બોલતા બન્ને આરોપીએ વેપારીની નજર ચૂકવી કારમાં આગળ મૂકેલા 3 લાખ રૂપિયા ભરેલી બેગ ઉઠાંતરી કરી નાસી છૂટયા હતા.
આ અંગેની જાણ પોલીસને થતાં જ શહેર પોલીસે બે એકટીવા ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિસિટીવી ફુટેઝ મેળવવા સાથે ઠેર ઠેર નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.